શોધખોળ કરો

Bharuch: ગામ તળાવોના નામે લાખોની ઉચાપત કરનારા સસ્પેન્ડ સરપંચ, એક જ દિવસમાં સરપંચો સસ્પેન્ડ

ભરૂચ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીએ એક્શન લેવાનું શરૂ કર્યુ છે. જિલ્લાના જંબુસર તલાકામા આજે વધુ એક સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

Bharuch News: ભરુચ જિલ્લામાંથી ડીડીઓ દ્વારા આકરી કાર્યવાહીની ઘટના સામે આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ ફરજોમાં બેદરકારી અને લાંચ રૂશ્વત લેવાના કેસમાં એક દિવસમાં સરપંચને સસ્પેડ કરી દીધા છે. જિલ્લાના જંબુસર તાલુકના ઉચ્છદના સરપંચને ઉચાપતના કેસમાં સસ્પેન્ડ કરી દેવાયા છે. 

Bharuch: ગામ તળાવોના નામે લાખોની ઉચાપત કરનારા સસ્પેન્ડ સરપંચ, એક જ દિવસમાં સરપંચો સસ્પેન્ડ

ભરૂચ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીએ એક્શન લેવાનું શરૂ કર્યુ છે. જિલ્લાના જંબુસર તલાકામા આજે વધુ એક સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક દિવસમા બે ગ્રામપંચાયતના સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. ડીડીઓએ આજે જંબુસરના ઉચ્છદ ગામના સરપંચને ગ્રામપંચાયતમા ઉંચાપતને લઇને સસ્પેન્ડ કરી દીધા છે. ડીડીઓએ બે સરપંચને સસ્પેન્ડ કર્યા છે જેમાં સરપંચ અજય હરેશ અને સરપંચ સોલંકીને સસ્પેન્ડ કરાયા છે. ખાસ વાત છે કે, ગામના તળાવને મત્સ્ય ઉછેર માટે 47000 રૂપિયામાં આપીને સરપંચે રૂપિયાની ઉચાપત કરી હતી, જે મામલો બહાર આવ્યો હતો. જેને લઇને જિલ્લા વિકાસ અધિકારીએ ઉચ્છદ ગામના સરપંચને ફરજોમાં બેદરકારી તેમજ સુસંગત કાર્યોમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. હાલમાં ઉચ્છદ ગામના સરપંચનો ચાર્જ ઉપસરપંચ સોંપવા પણ હુકમ કરાયો છે. 

પ્રેમ લગ્ન કરનાર યુવકની સાળાએ મિત્ર સાથે મળી હત્યા કરતા ખળભળાટ

રાજકોટ શહેરમાં એક હચમચાવતી હત્યાની ઘટના બની છે.  જામનગરના દરેડથી પત્નીને તેડવા રાજકોટ આવેલા પતિ પર સાળા અને તેનાં મિત્રએ ધોકા વડે હુમલો કર્યો હતો.  જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.  યુવકે બે વર્ષ પહેલા રાજકોટની યુવતી સાથ કોર્ટ મેરેજ કર્યા હતા.થોડાં દિવસ પહેલાં પત્ની માવતરે ગયા બાદ તેમની તબિયત સારી નહીં હોવાનું બહાનું કાઢી સાળાએ તેમને સાસરે જ જવા ન દેતા પતિને રાજકોટ લેવા બોલાવ્યો હતો. કોર્ટ મેરેજનો ખાર રાખી સાળાએ બનેવી પર હુમલો કર્યો કરી બંને પગ અને હાથ ભાંગી નાખ્યા હતા.આ બનાવમાં યુવકની ફરિયાદ પરથી તેમના સાળા અને તેના મિત્ર વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.આ બનાવમાં યુવકનું સારવારમાં મોત નિપજ્યા બનાવ હત્યામાં પલટ્યો હતો.

જામનગરના દરેડમાં રહેતા સુનિલભાઈ જગદિશભાઈ જાદવ (ઉ.વ.27)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું સેન્ટીંગ કરું છું.મેં બે વર્ષ પહેલા રાજકોટમાં મોરબી રોડ ગણેશનગરમાં તેના માસીના ઘરે રહેતો હતો ત્યારે ત્યાં શેરી નં.7 માં રહેતા મનુભાઈ પરમારની દિકરી પ્રિયા સાથે જૂનાગઢ કોર્ટમાં મેરેજ કરી લીધા હતા.બાદમાં તાીક  6/3ના રોજ મારો સાળો રવિ મારી પત્ની પ્રિયાની તબિયતનુ બહાનું કાઢી રાજકોટ તેડી ગયો હતો. બે દિવસથી હુ ફોન કરતા કોઈ ફોન ઉપાડેલ નહીં. બાદમાં હું રાજકોટ પ્રિયાને તેડવા માટે આવ્યો અને સાળા રવિએ ફોન કરી મને રાજકોટ કુવાડવા રોડ ચામુંડાનગરમાં આવેલ તેના ટાયરના ડેલામાં બોલાવ્યો હતો.

આ દરમિયાન  રવિ તથા તેના મિત્રએ ચા પાણી પીવડાવ્યા બાદ મે પ્રિયાને બોલાવાનુ કહેતા રવિ તથા તેનો મિત્ર થોડા આઘા પાછા થઈ અને રવિએ ગાળો આપી મોઢુ દબાવી ખાટલામાં સુવડાવી દીધો હતો.તેનો મિત્ર પાઈપ લાવી મને જેમ ફાવે તેમ મારવા લાગ્યો હતો.બાદમાં હુ બુમાબુમ કરતા રવિના મિત્ર પાસે છરી હતી.તે રવિએ હાથમા લઈ અને છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાં ડેલા બહાર માણસો ભેગા થઈ જતા બંને જણા હથિયાર લઈ ત્યાંથી નાસી ગયા હતા. આ ગંભીર હુમલાની ઘટનામાં યુવકના બંને પગ ભાંગી ગયા હતા.  બાદ સુનિલને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવારમાં બંન્ને પગમા ફેક્ચર થયાનું તબીબે જણાવ્યું હતું.

આ ઘટના મામલે બી ડિવિઝન PI એસ.એમ. જાડેજા, PSI શેખ, બ્રિજરાજસિંહ અને ડી સ્ટાફના PSI કે.ડી. મારુ,PSI  પી.સી.સરવૈયા અને સ્ટાફે ગુન્હો નોંધી આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સુનિલે મોડી રાત્રે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.  આ ઘટનાથી મૃતકના પરિવાર અને સમાજ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget