શોધખોળ કરો
Advertisement
ભરૂચ સી ડિવિઝન અને SOGએ મેફેડ્રિન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી
ભરૂચ પોલીસે મેફેડ્રિન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. નેશનલ હાઇવે 48 પરથી મેફેડ્રિન - MD ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
ભરૂચ: ભરૂચ પોલીસે મેફેડ્રિન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. નેશનલ હાઇવે 48 પરથી મેફેડ્રિન - MD ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે કેરિયરની ધરપકડ કરી નેટવર્કની અન્ય કડીઓની માહિતી બહાર લાવવા પૂછપરછ શરુ કરી છે.
ભરૂચની ઝાડેસ્વર ચોકડી પાસે પોલીસને બાતમી મળી હતી એક શખ્સ નશીલા પ્રદાર્થ સાથે આવવાનો છે. જેને લઈને પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે ઈકરામ યુસુફ પટેલ નામના શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આ શખ્સ પાસેથી 4.37 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે 4.37 લાખની કિંમતનું 43.40 ગ્રામ ડ્રગ્સ કબ્જે કરી ઈકરામની પૂછપરછ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં આ નશીલો પદાર્થ ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement