શોધખોળ કરો

ફેફ્સા 100 ટકા સંક્રમિત હોવા છતાં ભરૂચના ઈર્શાદ શેખે આપી કોરોનાને મ્હાત

દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ૬૦ હતું. NRBM માસ્ક આપવા છતાં પણ લેવલ ૮૦ રહેતુ હતું.

કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવ ૩૫ વર્ષીય ઈર્શાદભાઈ શેખના ફેફસાં ૧૦૦ ટકા ચેપગ્રસ્ત હોવા છતા સુરત શહેરની લોખાત હોસ્પિટલમાં ૨૦ દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને હેમખેમ ઘરે પરત ફર્યા છે.

આ મામલે હોસ્પિટલના ફિજીશ્યન ડો.ભાવિક દેસાઈએ જણાવ્યું હતું કે, તા.૬ઠ્ઠી એપ્રિલના રોજ હોસ્પિટલમાં ભરૂચના ડુમવાડ વિસ્તારના રહેવાસી ઈર્શાદભાઈ શેખ સારવાર માટે દાખલ થયા હતા. ભરૂચમાં તેમણે ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર લીધી પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને તબિયત વધુ લથડતા સારવાર માટે સુરત આવ્યાં હતાં. સીટીસ્કેન રિપોર્ટ કરાવતાં તેમના ફેફસામાં ૧૦૦ ટકા ઈન્ફેકશન જણાયું હતું.

દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ૬૦ હતું. NRBM માસ્ક આપવા છતાં પણ લેવલ ૮૦ રહેતુ હતું. જેથી તેમને ૧૦ દિવસ બાયપેપ પર, આઠ દિવસ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા હતા. ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખના પરિવારમાં તેમના માતા-પિતા પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું દુખઃદ અવસાન થયું હતું. જયારે પિતા કોરોનાથી સ્વસ્થ થયા હતા.

ડો.ભાવિક જણાવે છે કે, દેશમાં ફેફસાંમાં ૧૦૦ ટકા કોરોના ઇન્ફેકશન થયું હોય છતાં કોરોનામુક્ત થયાં હોય એવા જૂજ કિસ્સા સામે આવ્યાં છે. કારણ કે મોટા ભાગના કેસોમાં ૮૦ ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ હોય એવા દર્દીઓ સ્વસ્થ થયાંના દાખલાઓ નોંધાયા છે. પરંતુ ઈર્શાદભાઈના મજબૂત મનોબળ અને લોખાત હોસ્પિટલની સારવારના કારણે તેમતા ફેફસાં ૧૦૦ ટકા ચેપગ્રસ્ત હોવા છતાં કોરોનાને પછડાટ આપી છે. ઓક્સિજન લેવલ ૬૦ હોવા છતાં વેન્ટીલેટરની જરૂર પડી ન હતી. સ્વસ્થ થઈ જતાં તેમને તા.૨૫ મે ના રોજ રજા આપવામાં આવી હતી.

આમ ડો.ભાવિક દેસાઈ, ICU રજિસ્ટ્રાર ડો. અર્ચિત દોશી સહિતના નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની મહેનત અને ઈર્શાદભાઈની હિંમતથી કોરોનાને હાર માનવી પડી હતી. શેખ પરિવારને આશા ન હતી કે તેમના સ્વજન સ્વસ્થ થઈને ઘરે આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget