ભરુચઃ બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકોનાં મોત
ભરુચઃ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ વિસ્તારના હરિજન વાસમાં મકાન ધરાશાઈ થવાની દુર્ઘટના બની હતી. મકાન ધરાશાઈ થતાં એક પરિવારના 3 લોકો કાટમાળમાં દબાઈ જતાં તેમના મોત નિપજ્યા છે.
ભરુચઃ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ વિસ્તારના હરિજન વાસમાં મકાન ધરાશાઈ થવાની દુર્ઘટના બની હતી. મકાન ધરાશાઈ થતાં એક પરિવારના 3 લોકો કાટમાળમાં દબાઈ જતાં તેમના મોત નિપજ્યા છે.
બંબાખાના કુંભારિયા ઢોળાવ વિસ્તારના હરિજન વાસ વિસ્તારમાં 903 નંબરના મકાનમાં વર્ષાબેન નામની મહિલા પોતાના એક છોકરા અને ત્રણ છોકરીઓ સાથે રહે છે. વર્ષાબેનના પતિનું મોત થયા બાદ તેઓ મહામહેનતે પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરે છે. પતિનો છાયો ગુમાવ્યા બાદ પણ હિંમત સાથે પોતના પરિવારના ઘડતર માટે વર્ષા બહેન નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરે છે. આજે વર્ષા બેન પોતના નિત્યકર્મ પ્રમાણે વહેલી સવારે નગરપાલિકામાં કામ અર્થે નિકળ્યા હતા.
વર્ષા બહેના નિકળ્યા બાદ ઘરમાં બાળકો ઉંઘી રહ્યા હતા ત્યારે સવારે 8.30 વાગ્યાની આસપાસ અચાનક મકાન ધરાશાઈ થયું હતું. મકાન ધરાશાઈ કુંભારિયા તળાવ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા નગરપાલિકા ફાયર ફાઈટરોને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવ્યો હતો. મકાનનો કાટમાળ હટાવતાં વર્ષાબેનના ત્રણ સંતાનો નિશા કિશોર સોલંકી (ઉ.10), પ્રિન્સ કિશોર સોલંકી (ઉ.14), અંજના કિશોર સોલંકી અને મોટી બહેન ગાયત્રી કિશોર (ઉં.20) સોલંકી કાટમાળમાં દબાયેલા હાલતમાં મળી આવ્યા હતા. આ તમામ 4 લોકોને બહાર કાઢવામમાં આવતાં નિશા, પ્રીન્સ અને અજનાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગાયત્રી સોલંકીનો બચાવ થયો હતો. ગાયત્રી સોલંકીને હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
એક જ પરિવારના 3 લોકોનાં મોતથી સમગ્ર ભરુચમાં શોકનો માહોલ ફેલાયો છે. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે વર્ષાબેને પોતાના પુત્ર સહિત 3 સંતાનોને ગુમાવતાં વર્ષાબેન ઉપર પણ આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચોઃ