(Source: ECI/ABP News/ABP Majha)
Bharuch : ટ્રકની અડફેટે મોપેડ પર જતાં દંપતીના મોતથી અરેરાટી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર કન્ટેનર ચાલકે મોપેડને ટક્કર મારતા સોનગઢના દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સોનગઢના 45 વર્ષીય હીરાલાલ શાહ અને તેઓની પત્ની રીટાદેવી શાહનું મોત નીપજ્યું છે.
ભરૂચઃ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે મોપેડને ટક્કર મારતા સોનગઢના દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતા 45 વર્ષીય હીરાલાલ શાહ અને તેઓની પત્ની રીટાદેવી શાહ પોતાની મોપેડ નંબર-જી.જે.26.એ.સી. 7304 લઈ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ કન્ટેનર નંબર-જી.જે.06.એ.વી. 4402ના ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે શહેર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Bhuj : મતદાનના દિવસે જ સગીરની કુહાડીના ઘા મારીને કરાઈ હત્યા, જાણો શું થયો મોટો ધડાકો?
કચ્છઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, ત્યારે ભુજ તાલુકાના નોખાણીયા ગામે મતદાનના દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ભેંસ ચરાવવા ગયેલા 16 વર્ષના કિશોરની હત્યા કરી નાંખવામાં આવી હતી. ગામમાં રહેતા સગીરની એલસીબીએ અટકાયત કરી છે.
ભણવાની બાબતમાં થયેલી બોલાચાલીમાં કુહાડીના ઘા ઝીંકી કિશોરને પતાવી દેવાયો હતો. કિશોરની હત્યાના બનાવમાં સગીરની જ અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
Ahmedabad : રિંગ રોડ પર શાંતિપુરા ચાર રસ્તા પરનો નિર્માણાધીન બ્રિજ થયો ધરાશાયી
અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. શાંતિપુરા સર્કલ પર બની રહેલો બ્રિજ તૂટી ગયો છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. જોકે, મીડિયાને જોઇને ચાલતી પકડી હતી અને સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
રણજિત બિલ્ડકોનને ઔડા દ્વારા બ્રિજનો કોન્ટ્રાકટ અપાયો હતો. ઔડા દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગને બ્રિજની કામગીરીની સમીક્ષા કરશે. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી. આજે પણ ઔડાની ટિમ આવીને ધરાશાયી બ્રિજની મુલાકાત લેશે.