શોધખોળ કરો
અંકલેશ્વરઃ ગણેશ પ્રતિમા લાવતી વખતે વીજ તાર ઊંચો કરતા જતાં સાત લોકોને લાગ્યો કરંટ, બેનાં મોત
આદર્શ માર્કેટ પાસે ગણેશ મંડળના યુવાનો ઉત્સાહભેર ગણેશજીની ઊંચી પ્રતિમા લારીમાં લાવી રહ્યા હતા, તે સમયે ગણેશજીની પ્રતિમાને રસ્તા ઉપરથી જતો વાયર સ્પર્શી જતા યુવાનોએ વીજ તારને ઊંચો કરવા એક વાંસનો ઉપયોગ કર્યો હતો
ભરૂચઃ ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અનેક શહેરોમાં લોકો દૂંદાળદેવની પ્રતિમા લાવી રહ્યા છે. અંકલેશ્વર નજીક આદર્શ હાઇવે માર્કેટ પર સુરતથી ગણેશ પ્રતિમા લાવતી વખતે વીજ તાર ઊંચો કરવા જતાં આઠ યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 2 યુવાનોના મોત થયા હતા, તો પાંચ સારવાર હેઠળ છે. એક યુવકની તબીયત સુધરતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મૃતકોના નામ અમિત યોગેશ સોલંકી અને કુણાલ ભાઈ દાસ ભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વરના મોત થયા છે. ભોગ બનેલા તમામ લોકોને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આદર્શ માર્કેટ પાસે ગણેશ મંડળના યુવાનો ઉત્સાહભેર ગણેશજીની ઊંચી પ્રતિમા લારીમાં લાવી રહ્યા હતા તે સમયે ગણેશજીની પ્રતિમાને રસ્તા ઉપરથી જતો વાયર સ્પર્શી જતા યુવાનોએ વીજ તારને ઊંચો કરવા એક વાંસનો ઉપયોગ કર્યો હતો. વાંસથી તાર ઊંચો કરવાની સાથે જ વાંસને પકડીને ઉભેલા સાત યુવાનોના શરીરમાં કરંટ ફેલાઈ ગયો હતો અને કરંટનો ઝાટકો મારતા યુવાનો રસ્તા પર પછડાઈ પડ્યા.
આ સમયે અન્ય યુવાનો પણ તેમની સાથે હતા. તમામે ભેગા થઈ આ લોકોને બચાવવાની કોશિશ કરી હતી. અન્ય યુવાનો અને સ્થાનિકોએ ભેગા થઈ પ્રાઈવેટ કારમાં તેમને મુકી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ બે યુવાનોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પાંચ યુવાનોની સારવાર ચાલી રહી છે.
સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા પોલીસે હોટલમાં કરી રેડ, છોકરીએ કહ્યું- અંકલ જવા દો, લગ્ન થવાના છે
PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્યૂનિંગ પર કોંગ્રેસના નેતાએ કહ્યું, ‘તેરા જાદુ ચલ ગયા’
આ સ્ટાર ક્રિકેટરે પૂછ્યું આલિયા ભટ્ટ કોણ છે ? એક્ટ્રેસે આપ્યો શાનદાર જવાબ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement