Bhavnagar : ભાજપની બે મહિલા આગેવાને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા માંગ્યા કેટલા લાખ રૂપિયા? ઓડિયો વાયરલ
ભાવનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં ઉપાધ્યક્ષનું સ્થાન ધરાવતા કોમલબેન ત્રિવેદી, બીનાબેન જોષી એ પતિ -પત્નિ ના સમાધાન જેવા સામાન્ય કેસમાં ત્રણ લાખ રુપિયા માંગ્યાની ઓડીયો ક્લિપ વાયરલ થઇ છે.
ભાવનગરઃ પતિ-પત્નીના સમાધાન મુદ્દે રૂપિયા માગણી કરનાર મહિલા મોરચાના બંને મહિલાઓને ભજપ દ્વારા હોદ્દા પરથી ઉતારી દેવાયા છે. પતિ-પત્ની વચ્ચે સમાધાન કરવા મામલે રૂપિયા માંગતો હોવાના ઓડિયો વિડિયો વાયરલ થયા હતા. જેને લઈને શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા દ્વારા તેમને હોદ્દા પરથી ઉતારી દેવામાં આવ્યા છે.
ભાવનગર ભાજપના મહિલા મોરચાના બે આગેવાનોના પતિ-પત્નિના સમાધાન કરાવવાના કેસમાં ઓડીયો ક્લિપ વાયરલ થઈ હતી. ભાવનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં ઉપાધ્યક્ષનું સ્થાન ધરાવતા આગેવાન બે બહેનો (૧) કોમલબેન ત્રિવેદી, (૨) બીનાબેન જોષી એ પતિ -પત્નિ ના સમાધાન જેવા સામાન્ય કેસમાં ત્રણ લાખ રુપિયા જેવી માતબર રકમ માંગ્યાની ઓડીયો ક્લિપ વાયરલ થઇ છે.
ઓડિયો ક્લિપમાં કોમલ ત્રિવેદી અને બીના જોષી અમારે પણ ખાતાવાળા અને અન્યને ઉપર સુધી પૈસા આપવા પડે. તમારા સાસરીયાઓને સીધા કરવા અમારે સાચા-ખોટા કેસો પણ કરાવવા પડે તેવી વાતો કરે છે. તેમજ તમારો કેસ પતાવવા અમારે ગુંડાઓનો પણ ઉપયોગ કરવો પડે તેવી વાતો કરે છે. આ બંને આગેવાનો માનવ અધિકાર નિગરાની સમિતિ માં પણ મહત્વ નાં હોદ્દા ધરાવે છે, ત્યારે સત્તાધીશો પોતાની જ પાર્ટીમાં પક્ષના નામે ચરી ખાતી આ મહિલા આગેવાનો પર પગલા લે તેવી લોક માંગણી છે.
ગુજરાત કોંગ્રેસના 17 નેતાઓએ પાર્ટીના જનરલ સેક્રેટરી સાથે કરી બેઠક, શું કરાઇ રજૂઆત?
દિલ્હી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ સાથે બેઠક મળી હતી. ગુજરાતના નેતાઓ પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે વાત કરી હતી. શે. પોતાની રજૂઆતો અંગે વેણુગોપાલ સાથે ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે, નરેશ રાવલના ઘરે 3 વાર બેઠક કરનારા નેતાઓ દિલ્હીમાં રજુઆત કરી હતી. પ્રમુખ રહી ચૂકેલા લોકો સિવાય અન્ય ચહેરાને પ્રમુખ બનાવવાની મુખ્ય માગણી કરી હતી. વિધાનસભાની આગામી ચૂંટણી અંગે કોંગ્રેસ કેવી રીતે કરી શકે કામગીરી તે અંગે ચર્ચા હતી.
ગુજરાત કોંગ્રેસના 6 ધારાસભ્યો અને 1 સાંસદ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, વિરજી ઠુમમર અને ભીખાભાઇ જોશી, નરેશ રાવલ, સાગર રાયકા, રાજુભાઇ પરમાર, અમીબેન યાજ્ઞિક, જગદીશ ઠાકોર, ગૌરવ પડ્યા પણ બેઠકમાં હાજર છે. જ્યારે હિમાંશુ વ્યાસ, તુષાર ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.