શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ શહેરમાં ગુટખા અને પાન-મસાલાને લઈને પોલીસ કમિશ્નરે શું કરી મોટી જાહેરાત? જાણો
ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે
રાજકોટઃ ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે. આ બંધાણીઓ ગુટખા, પાન-મસાલા અને ફાકી લેવા માટે જાત જાતના ઉધામા કરે છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે તેમના પર તવાઈ લાવીને મોટા નિર્ણય લીધો છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર કર્યું છે કે, રાજકોટમાં શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે. આ કલમ હેઠળ બે વર્ષની સખથ કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દરેક ચીજના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. આ જાહેરનામા હેઠળ ગુટખા, પાન-મસાલા અને ફાકી, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લદાયો હતો.
એ દિવસથી પાનની દુકાનો બંધ થઇ જતાં ગુટખા, પાન-મસાલા અને ફાકીના બંધાણીઓની હાલત બગડી ગઈ છે. જો કે દુકાનદારો કાલાં બજાર કરીને આ ચીજો વેચી રહ્યા છે. પોલીસના ધ્યાનમાં આ બાબત આવતાં પોલીસે આ આકરું પગલ ભરવાન જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion