Rain: આજે 17 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, ભરઉનાળે હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ભરઉનાળે વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યું છે

Gujarat Rain Alert: ગુજરાતમા અત્યારે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે, આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. આજે તાજા અપડેટ પ્રમાણે, 17 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ છે અને 7 મે સુધી વરસાદ ગુજરાતમાં કહેર વર્તાવશે. આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે,
ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ભરઉનાળે વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યું છે, છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટી શરૂ થયા છે, આજે પણ હવામાન વિભાગે મોટી આગાહી ગુજરાતમાં વરસાદને લઇને કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે ગુજરાતના 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, અપડેટ પ્રમાણે, આજે 17 જિલ્લાઓમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આગામી 7 મે એ નવ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 મે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, આ ઉપરાંત 7 મે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આમાં સુરત, તાપી, છોટાઉદેપુરમાં 7 મેના રોજ યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાત હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે. અંગદઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રોડ રસ્તા સુમસામ થઈ જાય છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ, 4 મે ના રોજ ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ તથા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓ અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. 5 મે દિવસે ઉત્તર ગુજરાત જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદી શક્યતા છે.
6 મે ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમદાવાદ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગાહી અનુસાર આગામી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. 9 મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.





















