શોધખોળ કરો
Advertisement
કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અંગે મોટા સમાચાર, જાણો તેમના ભાઈએ શું આપી મહત્વની માહિતી ?
હાલમાં જીજ્ઞેશ દાદાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીજ્ઞેશ દાદાને ઓક્સિજન પર રાખેલા જોઈ શકાય છે.
સુરતઃ જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાને કોરોના થયો હોવાનો અને તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. જો કે તેમના ચાહકો માટે રાહતના સમાચાર છે. ‘રાધે રાધે’ તરીકે જાણીતા જીજ્ઞેશ દાદાનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમની તબિયત સારી છે.
જીજ્ઞેશ દાદાના ભાઈ અને કથાનો વહિવટ સંભાળતા ભાર્ગવભાઈએ શુક્રવારે માહિતી આપતાં કહ્યું કે, જીજ્ઞેશ દાદાની તબિયત ઘણી સારી છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વહેલી તકે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. ભાર્ગવભાઈએ જીજ્ઞેશ દાદા કઈ હોસ્પિટલમાં છે તે કહેવાનો ઈન્કાર કર્યો પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કહ્યું હતું.
હાલમાં જીજ્ઞેશ દાદાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીજ્ઞેશ દાદાને ઓક્સિજન પર રાખેલા જોઈ શકાય છે. તેમને વ્હિલચેર પર બેસાડી અન્ય જગ્યાએ લઈ જવામાં આવતાં હોવાનું જોઈ શકાય છે. જીજ્ઞેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો ત્રણ દિવસ જૂનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
બોલિવૂડ
Advertisement