ભાજપનાં ધારાસભ્ય આશાબેનની તબિયત અંગે આવ્યા બહુ મોટા સમાચાર, આઈસીયુમાં વેન્ટિલેટર પર છે રખાયાં....
આશાબેનની તબિયત સારી હોવાનો દાવો ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલે કર્યો છે. મહેન્દ્ર પટેલ આજે ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.
અમદાવાદઃ ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આશાબેનને મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોર એટલે કે શરીરનાં અવયવો સારી રીતે કામ નહીં કરતાં હોવાની માહિતી ડોક્ટરે આપી હતી.
આશાબેનની તબિયત કથળતાં લોકોમાં ચિંતાનો માહોલ છે ત્યારે રાહતના સમાચાર આવ્યા છે. આશાબેનની તબિયત સારી હોવાનો દાવો ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલે કર્યો છે. મહેન્દ્ર પટેલ આજે ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો કે, આશાબેનની તબિયત સુધારા પર છે. મહેન્દ્ર પટેલે કહ્યું કે, આશાબેન હાલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે પણ સારવારની અસર વર્તાઈ રહી છે.
નોંધનિય છે કે, દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી હાલ તેમને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડેન્ગ્યુના કારણે તેમની સ્થિત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું