Biporjoy Landfall: વાવાઝોડાથી બનાસકાંઠાના ટૂરિઝમને મોટુ નુકસાન, શેડ તૂટ્યા, સોલાર પ્લેટો ફંગોળાઇ
બિપરજૉયના લેન્ડફૉલ બાદ બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનો સવારથી જ ફૂંકાઇ રહ્યાં છે, અને આ દરમિયાન અહીં નડાબેટ ટૂરિઝમને મોટુ નુકસાન પહોંચ્યુ છે
Biporjoy Landfall: ગુજરાતના દરિયાકાંઠે બિપરજૉય વાવાઝોડુ લેન્ડફૉલ થઇ ગયુ છે, પરંત હજુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી. બિપરજૉયે ઠેર ઠેર તબાહી મચાવી દીધી છે. હજુપણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે, અને આ દરમિયાન ફરી એકવાર તબાહીના દ્રશ્યો સામે આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે બનાસકાંઠામાં વાવાઝોડાએ લેન્ડફૉલ દરમિયાન મોટુ નુકસાન કર્યુ છે. અહીં બનાસકાંઠા ટૂરિઝમને મોટુ નુકસાન થયુ છે.
બિપરજૉયના લેન્ડફૉલ બાદ બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનો સવારથી જ ફૂંકાઇ રહ્યાં છે, અને આ દરમિયાન અહીં નડાબેટ ટૂરિઝમને મોટુ નુકસાન પહોંચ્યુ છે. જોરદાર ફૂંકાઇ રહેલા પવનોથી ઠેર ઠેર સોલાર પ્લેટો ફંગોળાઇને નીચે પડી છે, સોલાર પ્લેટો તુટી ગઇ હોવાની ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત લોકો માટે બનાવવામાં આવેલા પબ્લિક પ્લેસ શેડો પણ પવનથી તુટી ગયા છે. હજુ પણ રણ વિસ્તારમાંથી ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે અને ધોધમાર વરસાદની પણ આશંકા સેવાઇ રહી છે.
ગુજરાતના માથે હજુ પણ ખતરો યથાવત -
મહત્વનું છે કે, બિપરજૉય વાવાઝોડુ પસાર થયું છે પરંતુ ખતરો યથાવત છે, હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી
વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.