Biparjoy: વાવાઝોડાએ રાજ્યમાં 5000થી વધુ વીજ પૉલ ઉખાડી નાંખ્યા, જાણો કેટલા ગામોમાં વીજળી ગૂલ થઇ ?
રાજ્યમાં ભારે પવન અને ધોધમાર વરસાદની સ્થિતિમાં વીજ પોલ પડવાથી અનેક ગામોમાં લાઇટો ગૂલ છે
Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠે ગઇકાલે બિપરજૉય વાવાઝોડું ટકરાઇ ગયુ છે, અને તે પછી રાજ્યના કાંઠા વિસ્તારોમાં જોરદાર તબાહીની દ્રશ્યો સામે આવ્યા છે, ઠેર ઠેર ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાય ગામોમાં મોટુ નુકસાન થયુ છે, ક્યાંક છત, છાપરા ઉડ્યા છે, તો ક્યાંક વીજ પોલ પડવાની ઘટનાઓ ઘટી છે.
રાજ્યમાં ભારે પવન અને ધોધમાર વરસાદની સ્થિતિમાં વીજ પોલ પડવાથી અનેક ગામોમાં લાઇટો ગૂલ છે, જાણો તબાહીમાં ક્યાં કેટલા વીજ પૉલ ધરાશાયી થયા છે....
માહિતી પ્રમાણે, રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલ બાદ રાજ્યમાં ભારે પવન ફૂંકયો આ કારણે કુલ ૫૧૨૦ વીજ પૉલ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. કુલ 5120 વીજ પૉલ ધરાશાયી થયા છે, જેમાંથી અત્યાર સુધી ૧૩૨૦ વીજ પૉલને રીસ્ટૉર થયા છે. વાવાઝોડાથી પ્રભાવિત ૨૬૩ રસ્તામાંથી ૨૬૦ રસ્તા શરૂ કરાયા છે. આ ઉપરાંત ૪૬૨૯ ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી ૩૫૮૦ ગામોમા વિજળીને રીસ્ટૉર કરવામા આવી છે.
વેરી સિવિયર સાયકલૉનિક સ્ટૉર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.
આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જે અનુસાર કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપ (ઝાપટામાં) સંભવ છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગર્હ ગીર-સોમનાથ, અમરેલીમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન આ જિલ્લાઓમાં 40 kmph કરતાં ઓછી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી ત્રણ કલાકમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નર્મદા, મહિસાગર, પંચમહાલ, વડોદરા નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક કરતા ઓછી રહી શકે છે.