શોધખોળ કરો

Lok Sabha Election 2024 : ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો કર્યા જાહેર, 5 સાંસદોના કપાયા પત્તા, જાણો  

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે  દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે.

Lok Sabha Election 2024:  લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે  દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.  આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.   ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 5 સાંસદોના પત્તા કાપી નાખ્યા છે. રાજકોટ બેઠક  પરથી મોહન કુંડારીયાના બદલે પરશોત્તમ રુપાલાને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદર બેઠક પર રમેશ ધડુકના બદલે મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે. 

પ્રધાનમંત્રી નરેંદ્ર  મોદી વારાણસીથી ચૂંટણી લડશે. રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પરશોત્તમ રુપાલાને ટિકિટ આપવામાં આવી છે. પરશોત્તમ રુપાલા ભાજપના દિગ્ગજ નેતા છે.  પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે.  

5 સાંસદોના કપાયા પત્તા

રાજકોટ- મોહન કુંડારીયા
પોરબંદર- રમેશ ધડુક
અમદાવાદ પશ્ચિમ-કિરીટ સોલંકી
બનાસકાંઠા- પરબત પટેલ
પંચમહાલ- રતનસિંહ રાઠોડ  

ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર

  • કચ્છ- વિનોદ ચાવડા
  • બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી
  • પાટણ- ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર- અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
  • રાજકોટ- પરુશોત્તમ રુપાલા
  • પોરબંદર- મનસુખ માંડવિયા
  • જામનગર- પૂનમબેન માડમ
  • આણંદ- મિતેશ પટેલ
  • ખેડા-દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ
  • દાહોદ -જસવંતસિંહ ભાભોર
  • ભરુચ- મનસુખ વસાવા
  • બારડોલી-પ્રભુભાઈ વસાવા
  • નવસારી-સીઆર પાટીલ

પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની બાબતો

  • વારાણસીથી-પીએમ નરેન્દ્ર મોદી
  • અંદમાન નિકોબાર- વિષ્ણુપડા રે
  • અરુણચાલ પ્રદેશ- કિરણ રિજ્જુ
  • અરુણાચલ ઈસ્ટ- તાકીર ગાઓ
  • શીલચર- પરિમલ શુકલા વૈદ્ય
  • કચ્છ- વિનોદ ચાવડા
  • બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
  • પાટણ-ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર-અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ-દિનેશ મકવાણા
  • પ્રથમ લિસ્ટમાં 195 બેઠકના ઉમેદવાર જાહેર
  • 28 મહિલાઓને ટિકિટ
  • 34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ
  • 28 મહિલાઓને ટિકિટ
  • 47 યુવા ચહેરાઓને ટિકિટ
  • 27 SC ચહેરાને ટિકિટ
  • 18 ST ચહેરાને ટિકિટ
  • 57 OBC ચહેરાને ટિકિટ

પ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર?

  • ગુજરાતના 15 ઉમેદવાર
  • ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર
  • મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર
  • રાજસ્થાનના 15 ઉમેદવાર
  • કેરળના 12 ઉમેદવાર
  • તેલંગાણાના 9 ઉમેદવાર
  • આસામના 11 ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ભાજપના આગેવાનો ભાજપના મુખ્યાલયમાં અવર જવર જોવા મળી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Embed widget