શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ, શહેર ભાજપ મહામંત્રી ગંભીર રીતે ઘાયલ, જાણો ક્યાં લઈ જવા પડ્યા ?
પોરબંદર શહેરના મીલપરા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ભાજપના નેતાના ઘર પર ફાયરિગ કરાતાં ભાજપના નેતા ગંભીર રીતે ઘાયલ થયા છે
પોરબંદરઃ પોરબંદર શહેરના મીલપરા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ભાજપના નેતાના ઘર પર ફાયરિગ કરાતાં ભાજપના મહામંત્રી ગંભીર રીતે ઘાયલ થયા છે. ભાજપના નેતાના ઘર પર જ ફાયરીગની ઘટના બનતાં ભારે ર્ચચા જાગી છે.
પોરબંદર નગરપાલીકાના પૂર્વ સભ્ય અને ભાજપના અગ્રણીના ઘર પર કુખ્યાત રાજુ રાણા ઓડેદરાએ ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતુ જેમા શહેર ભાજપ મહામંત્રી પ્રશાંત સોસોદીયાને ગોળી વાગતા તે ગંભીર રીતે ઘવાયા છે.
ભાજપ અગ્રણી ભરત મુરૂભાઈ મૈયારીયા ઉર્ફે ભલા મૈયારીયાના ઘર પર રાજુ રાણા ઓડેદરા નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતું. મૈયારીયાના ઘરે હાજર રહેલા પોરબંદર શહેર ભાજપના મહામંત્રી પ્રશાંત સોસોદીયાને એક ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હત. તેમને તુરત સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા પણ હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતાં સીટી ડીવાયએસપી જે. સી. કોઠીયા, ગ્રામ્ય ડીવાયએસપી સ્મીત ગોહીલ અને એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરીંગ કરી કારમાં નાસી છૂટેલા આરોપી રાજુ રાણાની શોધખોળ શરૂ કરી હતી. ફાયરીંગ કરનાર રાજુ રાણા ભરત મૈયારી નો મામાનો દીકરો છે. બુધવારે મોડી રાત્રે ભરત મૈયારીયા અને રાજુ રાણા વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાઈને રાજુ રાણાએ ભરત મૈયારીના ઘરની બહાર નિકળીને ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement