ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને લઈ સામે આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો વિગતો
ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે હાજરી આપી હતી.
અમદાવાદ: ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે હાજરી આપી હતી. કમલમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હોવાની વાતો કરનારા ખુલ્લા પડ્યા છે. પ્રદિપસિંહ વાઘેલા વિરુદ્ધ ષડયંત્ર ફેલાવનારાઓ ખુલ્લા પડ્યા છે. કમલમના દરવાજા બંધ થઈ ચૂક્યાના દાવાઓ કરતા ષડયંત્રકારોને બીજા જ દિવસે પ્રદિપસિંહે ભાજપનો ઈતિહાસ વિષય પર વ્યાખ્યાન આપવા ત્રિમંદિર પહોંચ્યા હતા.
પ્રદિપસિંહ વાઘેલાએ આજે ત્રિમંદિર અડાલજ ખાતે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈને તેમને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ સાથે જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આગામી દિવસોમાં ષડયંત્રકારો વિરુદ્ધ મોટી કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે.
આજે ત્રિમંદિર, અડાલજ ખાતે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લા પંચાયતના સદસ્યોના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈને તેમને માર્ગદર્શન પુરૂ પાડ્યું. pic.twitter.com/3O6RJceLI9
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) August 6, 2023
ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ તેમના વિરુદ્ધ ષડયંત્ર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે.
ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ તેમના વિરુદ્ધ ષડયંત્ર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ ગુજરાત યુનિવર્સિટીનું રાજકારણ જવાબદાર હોવાની ચર્ચા છે. તેમના રાજીનામા પાછળ પૂર્વ વીસી હિમાંશુ પંડ્યા, જિમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનું કનેક્શન છે. આ ત્રણેયે સાથે મળીને પ્રદીપસિંહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
પ્રદીપસિંહ વાઘેલા સામે લાગેલા આરોપ મામલે હિમાંશુ પંડ્યા પોલીસના રડાર પર છે. હિમાંશુ પંડ્યાએ યુનિવર્સિટીમાં કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ કર્યા હોવાના કારણે તેઓ વિવાદમાં રહ્યા છે. જિમિત અને મુકેશ શાહની નજીકના એક અધિકારી પર પણ પોલીસની નજર રાખી રહી છે. આ અધિકારી પર એક-બે દિવસમાં સકંજો કસાય તેવી સંભાવના છે
આ સમગ્ર ઘટનાક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાની ભૂમિકાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. એસઓજી પોલીસ હિમાંશુ પંડ્યાની પણ પૂછપરછ કરી ચૂકી છે. જીમિત શાહ અને મુકેશ શાહના કેસનું પણ વાઘેલાના રાજીનામા પાછળ કનેક્શન જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમા જ થયેલા મોટા કામોને લઈ વિવાદ ચાલી રહ્યો છે. યુનિ.ના એક કાંડમાં કેટલાક અધિકારીઓ પર પણ કાર્યવાહીની શક્યતા છે. આ અધિકારીઓ સાથે જીમિત શાહનું કનેક્શન હોવાના કારણે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહીની સંભાવના છે.