શોધખોળ કરો
Advertisement
ભાજપના કયા ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે? જાણો
રાજ્યસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ ભાજપને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પબુભા માણેકની મતદાન કરવાની અરજી ફગાવી દીધી છે.
હાલ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમકોર્ટે મોટો ઝડકો આપ્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેકની ચૂંટણી રદ્દ કરતાં હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ફરમાવવાની પબુભાની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. જેના કારણે હવે પબુભા રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશ નહીં.
રાજ્યસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ ભાજપને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પબુભા માણેકની મતદાન કરવાની અરજી ફગાવી દીધી છે. દેવભુમિ દ્વારકા સીટ પરથી મતદાન કરવા માટેની પબુભા માણેકની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જેને લઈને હવે પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ અગાઉ પબુભાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હાઈકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે ભરેલા ઉમેદવારી પત્રમાં ભુલ હતી. આ અંગે કોંગ્રેસ ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાઈકોર્ટે ચુકાદો આપતાં વિધાનસભાની 2017ની દ્વારકાની ચૂંટણી રદ કરી દીધી હતી. જેથી પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement