શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના આ સાંસદ થયા કોરોના સંક્રમિત, કેવડિયા કૉન્ફ્રસ્ન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે.
ગાંધીનગર: કેવડિયા ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સાથે પણ મુલાકાત કરી હતી.
દેવુસિંહ કેવડિયા ખાતે ટેન્ટ સીટી 2 માં કૉન્ફ્રસ્ન્સ માં ભાગ લેવા પહોંચ્યા હતા. કોરોના પોઝિટિવ આવતા દેવુસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. મારા સંપર્કમાં આવેલા સૌએ કોરોના ટેસ્ટ કરાવી લેવા તથા આરોગ્યની સંભાળ લેવા વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે પણ કોરોના સંક્રમિત થયા હતા. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકો સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા મારી અપીલ છે. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. બીજી તરફ સરકાર ખાસ કરીને સંગઠન દ્વારા જાહેર તાયફાઓ બંધ કરવા દેવા માટે આદેશ અપાઇ ચુક્યા છે. તેવામાં મંત્રીઓ પણ એક પછી એક કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ કોરોના સંક્રમિત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion