સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં VPPએ સત્તા મેળવતા ભાજપની છાવણીમાં સોપો? જાણો વિગત
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ રાવલ નગર પાલિકાનું સુકાન આજે નગરના જ સભ્યોની બનેલ પાર્ટી vpp ( વ્યવસ્થા પરિવર્તન પાર્ટી) એ સંભાળતા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે.
દ્વારકાઃ રાવલ નગર પાલિકાનું શાસન વીપીપી પાર્ટીના હાથમાં આવ્યું છે, જ્યારે ભાજપ ના હાથ હેઠા પડ્યા છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ રાવલ નગર પાલિકાનું સુકાન આજે નગરના જ સભ્યોની બનેલ પાર્ટી vpp ( વ્યવસ્થા પરિવર્તન પાર્ટી) એ સંભાળતા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે.
દ્વારકા જિલ્લાની આજે ખંભાળિયા અને રાવલ નગર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ આજે કરવામાં આવી હતી. જ્યારે ખંભાળિયા નગર પાલિકામાં ભાજપે બિનહરીફ સત્તા મેળવી હતી. જ્યારે કલ્યાણપુર તાલુકાની રાવલ નગર પાલિકામાં વીપીપી ( વ્યસ્થા પરિવર્તન પાર્ટી) સ્થાનિક લોકોએ બનાવેલ પાર્ટીનો ૧૬ વિરૂદ્ધ ૮ મતથી વિજય થયો હતો.
આજે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સવારે ૧૧ વાગ્યે સભામાં vppના મનોજ જાદવ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે લિલુબેન વી સોલંકીને ૧૬ મત મળ્યા હતા. જ્યારે ભાજપ વતી પ્રમુખ તરીકે જશાઇબેન જમોદ અને ઉપપ્રમુખ તરીકે લીલુબેન ગામીને માત્ર ૮-૮ મત મળ્યા હતા. vpp પર કોંગ્રેસના ચારેય વિજેતા સભ્યોએ વિશ્વાસ વ્યકત કરતા vppને મત આપતા vpp સત્તા સ્થાને બિરાજયું હતું. જિલ્લામાં ભાજપ ના હોદ્દેદારોમાંથી આ બાજી સરકી ગઈ હતી. જ્યારે નવા પક્ષના નવા પ્રમુખ કેવી કામગીરી કરે છે તે જોવાનું રહ્યું.