Breaking: ચૂંટણી પહેલા 16 કલેકટરની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા, જુઓ લિસ્ટ
Collector Transfer: તાજેતરમાં રાજ્યમાં 23 આઈએએસ ઓફિસરની બદલી કરાઇ હતી, તે બાદ હવે 16 કલેકટરની બદલી કરવામાં આવી છે.
Ahmedabad News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા પાયે અધિકારીઓની બદલી થઈ રહી છે. તાજેતરમાં રાજ્યમાં 23 આઈએએસ ઓફિસરની બદલી કરાઇ હતી, તે બાદ હવે 16 કલેકટરની બદલી કરવામાં આવી છે.
કયા કલેકટરની ક્યાં બદલી કરાઈ
- બી.આર.આહીરની ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઓફિસર સાબકાંઠામાં બદલી કરવામાં આવી છે.
- શ્રીમતી પી ડી માનસતાની ડેપ્યુટી કલેક્ટર ધોલેરા, સ્પેશિયલ ઈન્વેસ્ટમેંટ રિજિયન ઓથોરિટી, ગાંધીનગરમાં બદલી કરાઈ છે.
- વી.આઈ. પ્રજાપતિની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઈલેકશન ઓફિસર, દાહોદમાં બદલી કરાઈ છે.
- ડી.વી.વિઠલાણીની ડેપ્યુટી કલેક્ટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટી, નર્મદામાં બદલી કરાઈ છે.
- એચ.બી.કોદરવ ની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત (નવી બનાવેલ ચૂંટણી અસ્થાયી પોસ્ટ) માં બદલી કરવામાં આવી છે.
- સાગર મોવલીયાની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઈલેકશન ઓફિસર અરવલીમાં બદલી કરાઈ છે.
- વી એસ કાતેરિયાની ડેપ્યુટી કલેક્ટર-1, અરવલીમાં બદલી કરાઈ છે.
- કૃપાલી મિસ્ત્રીની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેંટ ઓફિસર, જિલ્લા પંચાયત, ગાંધીનગરમાં બદલી કરાઈ છે.
- સુરજ સુથારની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેંટ ઓફિસર (રેવન્યૂ), જિલ્લા પંચાયત, અમદાવાદમાં બદલી કરાઈ છે.
- નિકુંજ પરીખની ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ ઓફિસર (ડેવલપમેંટ) જિલ્લા પંચાયત, બનાસકાંઠામાં બદલી કરાઈ છે.
- જે.એલ.પટેલની ડેપ્યુટી કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, નવસારીમાં બદલી કરાઈ છે.
- હરેશ ટી મકવાણાની ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ ઓફિસર, જિલ્લા પંચાયત, પંચમહાલમાં બદલી કરાઈ છે.
- નિલોફર શેખની આસિસ્ટન્ટ કમિશ્નર, O/o કમિશન્નર ઓફ રૂરલ ડેવલપમેંટ, ગાંધીનગરમાં બદલી કરાઈ છે
- મયુર પરમારની પ્રાંત ઓફિસર, હાલોલ, જિઃપંચમહાલમાં બદલી કરાઈ છે.
- બાલમુકુંદ સૂર્યવંશીની પ્રાંત ઓફિસર, ભરૂચ, જિલ્લો કચ્છમાં બદલી કરાઈ છે
- વી કે ઉપાધ્યાયની ડેપ્યુટી કંટ્રોલર, સિવિલ ડિફેન્સ, ભાવનગરમાં બદલી કરાઈ છે.
તાજેતરમાં થઈ હતી 23 IAS અધિકારીઓની બદલી
થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની બદલીના (IAS Transfer) ઓર્ડર સમાન્ય વહિવટ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. જે મુજબ વિવિધ જિલ્લાના કલેક્ટર અને શહેરોના મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓમાં અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ. થેનારસનને મુકવામાં આવ્યા છે. એમ. થેનારસન GIDCના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. તો, IAS ડૉ. રાહુલ ગુપ્તાની એમ. થેનારસનની જગ્યાએ GIDCના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેકટર તરીકે ધવલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ધવલ પટેલ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કામ કરી રહ્યા હતા. તો અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેની ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી થઈ છે. સુરતના DDO ડી. એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે બદલી થઈ છે. દેવભૂમિ દ્વારકાના ડીડીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગના કલેક્ટર તરીકે બદલી થઈ છે. દિલીપ રાણાની કચ્છ-ભુજના કલેકટર તરીકે નિયુકતી થઈ છે અને ગાંધીનગરના કલેકટર તરીકે કચ્છના કલેકટર પ્રવિણા ડી. કે. ની નિયુક્તિ થઈ છે. તાપીના કલેક્ટર તરીકે બી. આર દવે, મહિસાગરના કલેક્ટર તરીકે બી. કે પંડ્યા, રમેશ મેરજાની ભાવનગર કલેકટર તરીકે બદલી થઈ છે.