અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ, શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો, ટિયરગેસના શેલ છોડાયા
LIVE
Background
અમદાવાદઃ શહેરના લાલદરવાજા અને બનાસકાંઠાના છાપીમાં પ્રદર્શનકારીઓએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તે સિવાય મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો થતાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી. જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની જરૂર પડી હતી. હાલ અનેક સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. જોકે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
દેશભરમાં CAAનો વિરોધ, રાહુલ ગાંધીએ કહ્યું- દેશનો અવાજ દબાવવાનો સરકારને નથી કોઈ અધિકાર
રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, સરકાર પાસે કૉલેજ, ફોન અને ઇન્ટરનેટ બંધ કરવાનો અધિકાર નથી. ધારા 144 લાગુ કરીને દેશના અવાજને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.