ખેતર માલિકે ભાગીદાર વિધવા મહિલાની દીકરી સાથે ખેતરમાં જ બાંધ્યા શરીર સંબંધ, પછી છોકરીની તબિયત બગડી ને...........
આ વિધવા મહિલા ચોથા ભાગે ખેતમજૂરી કરી રહી હતી. વિધવા મહિલા પોતાના પરિવાર સાથે ખેતરમાં જ છાપરું બાંધીને રહેતી
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ખેતર માલિકે જ ભાગીયા તરીકે કામ કરતી વિધવા મહિલા બહાર ગઈ હતી ત્યારે તેની સગીર દિકરીની એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ખેતર માલિક સગીર છોકરીને બળાત્કારનો ભોગ બનાવી હોવાની ઘટના બનતાં જ ખળભળાટ મચ્યો છે. ખેતરમાં છોકરીની એકલતાનો લાભ લઇ બળત્કાર ગુજારનારા ખેતર માલિકને પાંથાવાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો હતો.
રાજ્યમાં દિવસે ને દિવસે બળાત્કારના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક બળાત્કારની ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે. આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે ભાગીયા તરીકે ખેતમજૂરી કરતી વિધવા માતાની સગીર પુત્રી બળાત્કારનો ભોગ બની છે
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે આરખી ગામે આવેલા એક ખેતરમાં ભાગીયા તરીકે એક વિધવા મહિલા કામ કરે છે. આ વિધવા મહિલા ચોથા ભાગે ખેતમજૂરી કરી રહી હતી. વિધવા મહિલા પોતાના પરિવાર સાથે ખેતરમાં જ છાપરું બાંધીને રહેતી.
વિધવા માતા કોઈ સંબંધીની મોત પ્રસંગે બેસણામાં બેસવા ગઈ હતી. તે સમયે સગીર દીકરી એકલી ઘરે હતી. આ સગીરા પોતાના ખેતરમાં નીંદણ કરવા ગઈ તે સમયે એકલતાનો લાભ લઈ ખેતર માલિક ખેતરમાં આવી ગયો અને સગીરાને નગ્ન કરીને ખેતરમાં જ તેની સાથે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.
ખેતર માલિકે બળજબરીથી માણેલા શરીર સુખના કારણે બાદમાં સગીરાની હાલત લથડી હતી. તે જ સમયે બેસણામાંથી પરત ફરેલી તેની માતાને તેણે પોતાની હાલત ખરાબ હોવાનું જણાવ્યું હતું. માતાએ પૂછપરછ કરી તો સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં વિધવા માતા સગીરાને સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પાંથાવાડા પોલીસ મથકે પહોંચી દુષ્કર્મ ગુજારનાર ખેતર માલિક સામે ફરીયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે આરોપી ખેતર માલિક સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........