રાજ્યના વાતાવરણમાં પલટો, પરેશ ગોસ્વામીએ 5 એપ્રિલ સુધી આ જિલ્લામાં માવઠાની કરી આગાહી
Weather Forecast:જુદા જુદા હવામાનના મોડલ મુજબ ગુજરાતમાં 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે વાતાવરણમાં પલટાનો અનુમાન છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ રાજ્યમાં માવઠાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

Weather Forecast:હવામાન વિભાગના જુદા જુદા મોડલ રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપી રહ્યાં છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના આંકલન મુજબ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ વરસશે. જે મુજબ 31 માર્ચ એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી અહીં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું. મહારાષ્ટ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, નવસારી, વાપીના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. માવઠા દરમિયાન થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. જેથી કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટાનો અનુમાન છે. જો કે આવિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મત મુજબ કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હાલ કોઇ કમોસમી વરસાદની શક્યતા નથી. જો કે એકાદ જગ્યાએ ઝાપટા પડે તો તે અપવાદરૂપ રહેશે, હવામાનના પલટાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 અને 2જી એપ્રિલ સુધી જ વાદળછાયું વાતાવરણ રહેશે. બાદ આકરા તાપનો અનુમાન છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના આંકલન મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર નજીકના વિસ્તારમાં 5 એપ્રિલ સુધી હવામાનમાં પલટો જોવા મળશે એટલે કે અહીં વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જેમાં ખાસ કરીને અરવલ્લી, મહિસાગર, દાહોદ, ગોધરા, છોડા ઉદેપુરમાં 1થી 5 એપ્રિલ દરમિયાન છુટછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. ઉપરાંત છોટા ઉદેપુરથી આગળની તરફના વિસ્તારમાં દક્ષિણ તરફ નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, વાપી,સુરતમાં પણ 5 એપ્રિલ સુધી હવામાનમાં અસ્થિરતા રહેશે અને વરસાદી ઝાપટી જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠુ થઇ શકે છે. તો વળી, બીજીબાજુ પહેલી એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવું અનુમાન પણ છે.
રાજ્યમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે. સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તો વળી, બપોરે ભરઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી ઋતુની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રમાં હીટવેવ તો રહેશે જ પરંતુ સાથે સાથે કેટલાક ભાગોમાં માવઠુ પણ થઇ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર માવઠુ થશે. આજે અને આવતીકાલ ઉપરાંત બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, સાથે જ આ સમયે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકા





















