વિજાપુર તાલુકાના લોકો સાથે ધાર્મિક યાત્રાના નામે ઠગાઈ, હરિદ્વારમાં કથાનું કહીને.....
આખરે ભોગ બનનારે બંને વિરૂદ્ધ 1 લાખ 85 હજાર રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અગાઉ વિદેશ યાત્રાના નામે પણ ઠગાઈની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
Vijapur News: મહેસાણાના વિજાપુર તાલુકામાં લોકોને ધાર્મિક યાત્રાએ લઈ જવાનું કહી લાખોની ઠગાઈ આચરનારા બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ચેતન મારવાડી અને કૌશિક મોદીની ધરપકડ કરી છે. બંને ઠગોએ હરિદ્વાર યાત્રાની સ્કીમ બહાર પાડી લોકો સાથે ઠગાઈ કરી હતી. હરિદ્વારમાં 19 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન કથાનું આયોજન કરાયં હોવાનું કહી લોકોને કથા સાંભળવા વ્યકિત દીઠ 3 હજાર રૂપિયા ખંખેરી લીધા હતાં. ત્યારબાદ ન તો યાત્રાએ લઈ ગયા કે ન તો રૂપિયા પરત કર્યા.
આખરે ભોગ બનનારે બંને વિરૂદ્ધ 1 લાખ 85 હજાર રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અગાઉ વિદેશ યાત્રાના નામે પણ ઠગાઈની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
મહેસાણામાં ફ્રોડ
રાજ્યમાં ઓનલાઇન અને સાયબર ક્રાઇમની ફ્રૉડના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર ગઠીયાઓ દ્વારા ઓનલાઇન સ્કેમને નવી નવી ટિપ્સથી અંજામ આપવામાં આવી રહ્યો છે. આ જ કડીમાં મહેસાણામાંથી વધુ એક મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. અહીં એક શિક્ષિકાના ખાતામાંથી 5 લાખની રકમ ગઠિયા દ્વારા પાનકાર્ડ અપડેટ કરવાની કહીને ઉપાડી લેવામાં આવી છે. આ ઘટના મહેસાણાના આખજ ગામમા ઘટી છે. હાલ આ મામલે લાઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઓનલાઇન ફ્રૉડ વધ્યુ છે. આજે જિલ્લાન આખજ ગામે દીપિકા ગોસ્વામી નામની શિક્ષિકાને ખાતામાંથી પાનકાર્ડ અપડેટ કરવાનું કહીને ફ્રૉડ ટોળકીએ 4.97 લાખ રૂપિયા ઉઠાવી લીધા છે. આ ઘટનામાં સૌથી પહેલા શિક્ષિકાને એક વૉટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં એક લિન્ક આપવામાં આવી હતી, શિક્ષિકાને ફ્રૉડ ટોળકી દ્વારા વૉટ્સએપ પર લિન્ક મોકલીને જણાવવામાં આવ્યુ હતુ કે, તેમને એક્સેસ બેન્કના ખાતામાં પાનકાર્ડ અપડેટ નથી કર્યુ જેના કારણે એકાઉન્ટ બંધ થઇ જશે, જેથી મોકલેલી લિન્ક પર ક્લિક કરીને અપડેટ કરો. આ લિન્ક દ્વારા ફ્રૉડ ટોળકીએ ઓનલાઇન ઠગાઇ કરીને દીપિકા ગોસ્વામી નામની શિક્ષિકાના ખાતામાંથી 4.97 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ખાસ વાત છે કે, આ ટોળકીએ એક્સેસ બેન્કના મેનેજરના નામથી ફોન કરી ખાતામાંથી 4.97 લાખની રકમને ઉપાડી લીધી હતી. હાલમાં મહિલા શિક્ષિકા દીપિકા ગોસ્વામીએ આ ઓનલાઇન ઠગાઈ મામલે લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.