(Source: ECI/ABP News/ABP Majha)
Chhota Udepur : ભાજપના નેતાએ યુવતી સાથે વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ ને આપ્યો બાળકને જન્મ, પછી....
નેતાએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યા હતા. નેતાએ યુવતીને વારંવાર ભોગવી હતી. જોકે, યુવતીને છેતરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે નેતાએ ભાજપમાં મોટો હોદ્દો ધરાવતો હોવાથી અને તેને બદનામ કરવા આ કરતી હોવાનો આક્ષેપ લગાવી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
છોટાઉદેપુર : ભાજપના નેતાએ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ બાળકના જન્મ પછી બંનેને તરછોડી દીધા હતા. યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
છોટાઉદેપુર શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય મહેશ આંબલિયા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયા સાથે તે મોબાઇલથી સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે ફોન પર લાંબી વાતચીત થતી હતી. ભાજપના નેતાએ મોબાઈલ પર પ્રપોઝ કર્યું હતું અને તેમજ યુવતીએ હા પાડી હતી. આ પછી તો નેતાએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યા હતા. નેતાએ યુવતીને વારંવાર ભોગવી હતી.
જોકે, યુવતીને છેતરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે નેતાએ ભાજપમાં મોટો હોદ્દો ધરાવતો હોવાથી અને તેને બદનામ કરવા આ કરતી હોવાનો આક્ષેપ લગાવી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા લાગી આવતાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપી હતી.
આ કેસ કોર્ટમાં ચાલતાં મહેશે યુવતીને ફરીથી વિશ્વાસમાં લઇ લગ્ન કરી લીધા હોવા છતાં રાખવાનું વચન આપી સમાધાન કરી લીધું હતું અને કોર્ટમાં તેની ફેવરમાં જુબાની આપી કેસ પતાવી દીધો હતો.
થોડા સમય પછી યુવતી અને નેતા મળવા લાગ્યા હતા તેમજ બંને વારંવાર શરીરસુખ પણ માણવા લાગ્યા હતા. આ સંબંધથી યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, આ પછી નેતાએ તેની સાથે સંબંધો તોડી નાંખ્યા હતા અને બોલવાનું પણ બંધ કરી દીધુ હતું. જોકે, તેણે ગર્ભપાત કરાવવા ધમકી આપી હતી. જોકે, યુવતીએ ગર્ભપાત કરાવ્યો નહોતો અનને બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી નેતાએ બંનેને સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. આથી યુવતીએ ભાજપના નેતા સામે ફરિયાદ કરતાં પોલીસ ગુનો નોંધીવ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.