![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chhotaudepur: પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કુહાડીના ઘા ઝીંક્યા ને પછી વીજ થાંભલા પર ચઢી ચાલુ વીજ લાઈન પકડી લીધી
Crime News: પતિ હાલ વડોદરા ખાતે દવાખાનામાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
![Chhotaudepur: પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કુહાડીના ઘા ઝીંક્યા ને પછી વીજ થાંભલા પર ચઢી ચાલુ વીજ લાઈન પકડી લીધી Chhotaudepur Crime News: Suspicious of his wife s character the husband stabbed himself with an ax and then climbed a power pole and grabbed the live power line Chhotaudepur: પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કુહાડીના ઘા ઝીંક્યા ને પછી વીજ થાંભલા પર ચઢી ચાલુ વીજ લાઈન પકડી લીધી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/dc68503a0be8fa570ff3a0a808880a3f1706609694714923_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chhotaudepur Crime News: છોટાઉદેપુરમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે ગતરાત્રે આ ઘટના બની હતી. સુરેશ રાઠવા નામનો યુવક પત્ની મેલીબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરતો હતો. ઝઘડો થતાં સુરેશે મેલીબેનને માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ સુરેશ પોતે ફળિયામાં વીજ થાંભલા ઉપર ચઢી ચાલુ વીજ લાઇન પકડી લીધી હતી. જેને લઈ ગંભીર રીતે દાઝી ગયો હતો. સુરેશ રાઠવા વડોદરા ખાતે દવાખાનામાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. રંગપુર પોલીસ મથકમાં દીકરીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં હત્યાના પ્રયાસના આરોપીઓ દ્વારા ખુલ્લેઆમ હથિયાર સાથેના વીડિયો વાયરલ થયો છે. હાથમાં તલવાર અને રોફ મારતા ઓડિયો ડાયલોગ સાથેના વીડિયો વાયરલ થયા છે. સાજીદ રબડી, રાજા રાસીદ અને મોહસીન બંબઇયા સામે ફરિયાદ નોંધાઈ હતી. કલીમ ખાનની હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. વીડિયોમાં જોવા મળતા અરોપી સાજીદ રબડી, રાજાની થોડા દિવસો પહેલા ધરપકડ થઈ ચૂકી છે.
કલોલના છત્રાલમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતા આધેડ સ્કુટર લઈને કલોલ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે છત્રાલ સર્વિસ રોડ ઉપર માન સરોવર સોસાયટી પાસે બાઈક ચાલે કે તેમના એકટીવાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક બાઈક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. કલોલમાં રહેતા વિક્રમભાઈ ત્રિભોવનદાસ પટેલ કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલા જીઆઇડીસીમાં નોકરી કરતા હતા. તેઓ રાત્રિના સમયે તેમની નોકરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તેઓ એક્ટિવા લઈને આવી રહ્યા હતા ત્યારે છત્રાલ સવસ રોડ ઉપર માન સરોવર સોસાયટી પાસે બાઇક ચાલકે તેમના એકટિવાને ટક્કર મારી હતી. જેમાં તેમને માથાના વાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બાઇકનો ચાલક બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો.
અદાણી પાસેથી વધારે રૂપિયા આપી વીજળી ખરીદવા અંગેના કોંગ્રેસના આક્ષેપનો ઉર્જામંત્રીએ શું આપ્યો જવાબ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)