Bharuch: ભરૂચમાં બાળક અને યુવાન તળાવમાં ડૂબ્યા, સર્ચ ઓપરેશન શરૂ
ભરૂચ: વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે એક બાળક અને યુવાન તળાવમાં ડૂબ્યા છે. આ બન્ને તળાવમાં નહાવા માટે ગયા હતા જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
ભરૂચ: વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે એક બાળક અને યુવાન તળાવમાં ડૂબ્યા છે. આ બન્ને તળાવમાં નહાવા માટે ગયા હતા જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા ફાયર વિભાગને જાણ કરાવામાં આવી હતી. સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા સર્ચ ઑપરેશન શરુ કરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે યુવાનની શોધખોળ હજી ચાલી રહી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 3 ઈંચ, દ્વારકાના ખંભાળિયા, ખેડાના નડિયાદ અને વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હજુ સુધી 35 ઈંચ સાથે સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અમરેલીમાં લિલિયામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો 105 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો...