Surendranagar: ધ્રાંગધ્રા ખાતે બે બાળકો તળાવમાં ડૂબ્યા, એકને રાહદારી બચાવી લીધો બીજાનું મોત
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના જોગાસર તળાવમાં બે બાળકો ન્હાવા પડ્યા હતા. જેમાં એક બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે જ્યારે બીજા બાળકનો આબાદ બચાવ થયો છે.
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના જોગાસર તળાવમાં બે બાળકો ન્હાવા પડ્યા હતા. જેમાં એક બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે જ્યારે બીજા બાળકનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક રહાદારી દ્વારા એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બાળક ઘરેથી કીધા વગર જોગાસર તળાવમાં ન્હાવા ગયો હતો. બાળક કુંભારપરા વિસ્તારમાં રહેતો હતો. તેનું નામ યશ ધનાભાઈ દલવાડી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તરવેયાઓની મદદથી બાળકની ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. મુતક બાળકની ડેડ બોડીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.માટે.મોકલવામાં આવી છે. બાળકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તો મન મૂકીને મેઘરાજા વરસશે.
આજે સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 અને 27 સપ્ટેમ્બરે નર્મદા અને તાપી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 28 સપ્ટેમ્બરે ડાંગ, વલસાડ, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં મૂશળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 103 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં 28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે. જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું છે કે ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક ભાગો સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ લાવશે. હવે જે વરસાદ આવશે તે ભારે પવન સાથે વરસી શકે છે. જ્યારે તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. ઓક્ટોબરમાં 36થી 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે.