કોરોનાથી માતા-પિતા ગૂમાવનારા બાળકોને હવે 21 વર્ષ સુધી બાળ સહાય યોજનાનો મળશે લાભ
ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન અનાથ બાળકોની સહાય યોજના મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અનાથ બાળકોને 18ને બદલે 21 વર્ષ સુધી સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન અનાથ બાળકોની સહાય યોજના મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અનાથ બાળકોને 18ને બદલે 21 વર્ષ સુધી સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. અગાઉ 18 વર્ષ સુધી જ દર મહિને 4 હજાર રૂપિયા આપવાની યોજના જાહેર કરી હતી. જેમાં ઉંમરનો તબક્કો વધારીને નવો નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે કોરોનામાં અનાથ બનેલા બાળકો સાથે CM રૂપાણીના 'મોકળા મને' કાર્યક્રમમાં જાહેરાત કરાઈ હતી.
કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાત બાદ માતા-પિતાનું મોત કોરોનાથી થયું છે કે, અન્ય કારણથી તે અંગે ભારે અંજમંજસ હતી. અને સહાય માટે અનેક દસ્તાવેજ રજૂ કરવા પડતા હોવાથી સવાલ થઇ રહ્યાં હતા. ત્યારે આ અંગે નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના કાળમાં નિરાધાર બનેલા તમામ બાળકને સહાય મળશે. અને આ સહાય માટે મરણનું કારણ દર્શાવવું જરૂરી નથી. મરણ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુનો ઉલ્લેખ જરૂરી નહીં હોય તો પણ સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણમાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકો માટે નવી યોજનાની જાહેર કરી હતી. સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી છે. આ યોજનામાં જે બાળક અનાથ બન્યું છે. અને તેમના માતા અને પિતા બંનેનું કોરોનાથી મૃત્યુ થયું છે. તેવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને બાળકદીઠ 4 હજાર રૂપિયા આપવામાં આવશે. જેમાં સુધારો કરીને 21 વર્ષ સુધી સહાયનો લાભ મળશે.
21 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દિઠ રૂ. 4000ની સહાય અપાશે
પુખ્ત વયના બાળક જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. 6000ની સહાય અપાશે. 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. 6000ની સહાયનો લાભ મળશે. એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.