શોધખોળ કરો

Fossil Park: દેશના સૌ પ્રથમ ફોસીલ પાર્કની મુલાકાત લેશે સીએમ પટેલ, ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું કરશે લોકાર્પણ

મહિસાગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહીસાગર જિલ્લાના પ્રવાસે છે. જ્યાં તેઓ દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  આજે રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ કરશે.

મહિસાગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહીસાગર જિલ્લાના પ્રવાસે છે. જ્યાં તેઓ દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  આજે રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ કરશે. તમને જણાવી દઈએ કે, ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-ર રૂપિયા ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ મ્યુઝિયમ પ-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી જેવી સુવિધાઓથી સજજ છે.  એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, ૩-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બાળકોથી માંડી તજજ્ઞો, પુરાતત્વ વિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળશે.  રૈયોલી ખાતેના ડાયનાસોર પાર્કના વધુ નવા એક પ્રકલ્પ ગુજરાતને મળશે.

ખેડૂત પરિવારે પાણી માટે એક, બે નહીં, પણ પાંચ કુંવા ખોદ્યા, જાણો ખેડૂત પરિવારે કેટલી મહેનત કરી
ડાંગમાં એક ખેડૂત પરિવારે પીવાના પાણી માટે ખુબ આકરી મહેનત કરી અને આખરે આ મહેનત અને પરિશ્રમની સફળતા પણ મળી. ડાંગના એક  ખેડૂત પરિવારે પાણી માટે  એક, બે નહીં, પણ પાંચ કુંવા ખોદ્યા છે. 

ગુજરાતનું ચેરાપુંજી, છતાં પાણીની સમસ્યા 
ડાંગ એ ગુજરાતનો ચેરાપુજી છે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પુષ્કળ વરસાદ પડે છે પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશને કારણે આ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે અને ચોમાસા બાદ અહીંયા પાણીની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રાજકારણ પણ એવું કે ગરીબને સહાય થાય તેમ નહિ પણ પોતાનો લાભ પહેલા દેખાય છે.

પાણી માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ 
ચોમાસા દરમિયાન 100 ઇંચ થી વધુ વરસાદ વરસતો હોવા છતાં ડાંગ જીલ્લામાં પાણી માટે લોકોએ વલખાં મારવા પડે છે. સિંચાઇ હોય કે રોજિંદા ઘરપવરાશ માટેના પાણી મેળવવા લોકોએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે.  સરકાર દ્વારા કરોડો રૂપિયાની અનેક યોજના સાકાર કરવા છતાં બધી યોજનાઓ અહીં કામ આવતી નથી અને છેવટે લોકોએ દૂર દૂર જંગલમાં પાણી માટે ભટકવું પડે છે. ડાંગ જિલ્લામાં મોટા ભાગે દરેક વ્યક્તિ ખેડૂત છે અને તેનાપરજ પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે.

ખેડૂત પરિવારે પાંચ કુંવા ખોદ્યા 
આહવા તાલુકાના વાસુર્ણા ગામના 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવાર સરકાર દ્વારા આપવામાં આવતા કુવા મેળવવા 20 વર્ષથી માંગ કરતા આવ્યા છે જોકે તેમની માંગણી મંજુર ન થતાં તેમણે ખેતરમાં એકલા હાથે કુવા ખોદવાનું શરૂ કરી દીધું હતું.પહેલો કુવો 10 ફૂટ ખોદીયા બાદ ખડક નીકળતા  તેનું કામ પડતું મૂકી બીજો  કૂવો ખોદ્યો. તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ત્રીજા કુવામાં 15 ફૂટે પાણી નીકળ્યું હતું પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કૂવો  ખોદકામ શરૂ કર્યું હતું.

ચોથા કૂવામાં પણ 15 ફૂટે  ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી હાર માન્ય વગર પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતુ. રાત દિવસ જ્યારે પણ આંખ  ખુલ્લે એટલે આ ખેડૂત પરિવાર કુવાના ખોદકામમાં જોતરાઈ જતો હતો. એકલા હાથે 14 મહિના સુધીની સખત મહેનત બાદ 32 ફૂટ ઊંડો કુવો  તૈયાર થઈ ગયો, જેમાં પાણી નીકળતા ગરીબ ખેડૂતની 14 મહિનાની મહેનત રંગ લાવી હતી. ગંગાભાઈનો પરિવાર પાણી દેખાતા ખૂબ ખુશ છે.  ગામના લોકોનું માનવું છે કે જો આ કુવાને પાક્કો બનવવામાં આવે તો કુવાનું પાણી ગામના દરેક લોકોને ઉપયોગી બની રહે તેમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget