વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સુવર્ણ કળશ સાથે યજ્ઞશાળા અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ
વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ કળશના શિખરનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે.

વડનગરના ઐતિહાસિક શિવમંદિરમાં આજે સુર્વણ કળશનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે પ્રવાસન વિભાગે તૈયાર કરેલા લાઈટ એંડ સાઉંડ શોનું પણ લોકાર્પણ કર્યું રતું. વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે રૂ. 5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે. જે પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ઉલ્લેખનિય છે કે,આ કાર્યક્રમને લઇને અહી વડનગરમાં 22 માર્ચથી જલયાત્રા સહિતના કાર્યક્રમ યોજઇ રહ્યાં છે. ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. આજના દિવસે આ ઐતિહાસિક મંદિરમાં યજ્ઞશાળા, સુવર્ણ શિખર કળશ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગે 5.5 કરોડના ખર્ચે લાઇટ શો તૈયાર કર્યો છે તો રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વિશાળ યજ્ઞશાળા પ્રાચીન સમયની યજ્ઞશાળાની પ્રતિકૃતિ છે.
વડનગર ઐતિહાસિક મંદિરનો ઇતિહાસ
આ મંદિરનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે. કહેવાય છે કે અહીંના શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
સમસ્ત નાગર બ્રહ્મણોના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વર છે. સ્કન્દપુરાણના નાગરખંડમાં એની કથા આલેખાયેલી છે. બ્રહ્માજીએ સતીના મૃતદેહ સાથે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર સર્જી રહેલા ભગવાન શંકરના લિંગને પાતાળમાં સોનાથી જડીને સ્થાપના કરી. ત્યારથી એ હાટકેશ્વર ગણાયા. આ હાટકેશ્વરના દર્શન માત્રથી મોક્ષપ્રાપ્ત થાય છે. તેથી વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે ઘોર તપશ્ચર્યા આદરી. શંકરદાદાને પ્રસન્ન કરી અને ભોળાશંભુને પૃથ્વી પર વડનગરમાં પ્રતિષ્ઠિત થવા પ્રાર્થના કરી.
ભગવાને ભકતને સૂચવ્યું કે તું વડનગરમાં હાટકેશ્વરનું મંદિર બંધાવી તેમાં સોનાનાં લિંગની સ્થાપના કર, તે લિંગમાં હું પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપીશ. અને આમ નાગરોએ ચિત્રગુપ્તની આગેવાની હેઠળ મંદિર સ્થાપી સોનાના લિંગની સ્થાપના કરી અને વચન આપ્યા મુજબ દેવાધિદેવ હાટકેશ્વર પ્રગટ થયા. આ દિવસ હતો ચૈત્રસુદ ચૌદસનો, ત્યારથી આ દિવસ હાટકેશ્વર જયંતી તરીકે ધામધૂમથી જવાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
