શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફેબ્રુઆરીમાં આ તારીખે પડી શકે છે વરસાદ? ક્યારથી શરૂ થશે ગરમી? જાણો
25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી માવઠું થાય તેવી સંભાવના છે. જ્યારે આ મહિનાના અંતમાં ઉનાળો જામી ગયો હોય તેવો અનુભવ થશે.
અમદાવાદ: હાલ ગુજરાતમાં દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે આગામી બે કે ત્રણ દિવસમાં ગરમીનો પારો ઉચકાશે. 18 ફેબ્રુઆરીથી આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ ગરમીનો અહેસાસ થશે તેવી સંભાવના છે તેવું એક ન્યુઝ પેપરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું.
ન્યુઝ પેપરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી માવઠું થાય તેવી સંભાવના છે. જ્યારે આ મહિનાના અંતમાં ઉનાળો જામી ગયો હોય તેવો અનુભવ થશે. 27થી 29 ફેબ્રુઆરીમાં આકરી ગરમી પડશે. ઘણી જગ્યાએ તો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડિગ્રી પહોંચી જશે.
25થી 27 ફેબ્રુઆરીએ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય તેવી સંભાવના છે. જ્યારે 19, 20 અને 21 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત 21 અને 22 ફેબ્રુઆરી ઠંડા પવન ફૂંકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion