શોધખોળ કરો
Advertisement
કાતિલ ઠંડી: ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલું છે તાપમાન, માઉન્ટ આબુમાં જામ્યો બરફ
ગુજરાતને અડીને આલેવા ટુરિસ્ટ પ્લેસ માઉન્ટ આબુમાં ગુરૂવારનું તાપમાન 1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગુરૂ શિખર પર તાપમાનનો પારો -3 ડિગ્રી નોંધાયો હતો
અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાત સહિત દેશમાં અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોલ્ડવેવનું મોજું ફરી વળતાં ગુજરાતમાં અચાનક ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો હતો. જેમાં નલિયા 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
ગુજરાતને અડીને આલેવા ટુરિસ્ટ પ્લેસ માઉન્ટ આબુમાં ગુરૂવારનું તાપમાન 1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગુરૂ શિખર પર તાપમાનનો પારો -3 ડિગ્રી નોંધાયો હતો. આબુના ઘણાં વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ હતી. શુક્રવારે આબુનું તાપમાન શિયાળામાં પહેલીવાર માઈનસમાં નોંધાયું હતું.
ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં બરફ થિજી ગયો હતો. ગુરૂ શિખર નજીક નદીમાં કાચના ટૂકડાની માફક બરફ જોવા મળ્યો હતો. સહેલાણીઓએ માઉન્ટ આબુમાં ખૂબ જ મજા માણી હતી.
હવામાન વિભાગે ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાશે. તેમજ આગામી 24 કલાક દરમિયાન 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે જેના કારણે ઠંડી વધારે લાગશે.
અમદાવાદમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન ફેબ્રુઆરી માસમાં ત્રીજા ક્રમનું સૌથી ઓછું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે હજુ બે દિવસ અને ત્યારબાદ આગામી સપ્તાહના અંતમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે.
શુક્રવારે ગુજરાતમાં તમામ શહેરનું લઘુતમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. નલિયાનું લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી, ભુજ અને કંડલા એરપોર્ટનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી તો ડિસાનું લઘુતમ તાપમાન 7.8 ડિગ્રી, અમદાવાદનું લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી, રાજકોટનું તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement