શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ તારીખથી ઠંડીનો ચમકારો વધશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોર બાદ ગરમીનો અહેસાસ થવાના કારણે અત્યારે શહેરમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે.
અમદાવાદ: અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોર બાદ ગરમીનો અહેસાસ થવાના કારણે અત્યારે શહેરમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. જો કે સમગ્ર ગુજરાતમાં ઉત્તર-પૂર્વ પવન ફુંકાઈ રહ્યા છે ત્યારે નવેમ્બર મહિનાથી ઠંડીના પારામાં વધારો થશે. જોકે હવામાન વિભાગના નિષ્ણાંતોના મત અનુસાર 15 નવેમ્બરથી ઠંડી પડી શકે છે. આવનારા બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં સામાન્ય વાતાવરણ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.
દિવાળીના તહેવારમાં ફરી એક વખત વાદળછાયુ વાતાવરણ છવાશે. 19થી 20 નવેમ્બરના ઠંડીના ચમકારા વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નવેમ્બર મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડીનો હળવો ચમકારો થઈ રહ્યો છે. આ વર્ષે દેશમાં શિયાળો ભારે આકરો રહેશે તેમ ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે.
ભારતમાં અંદાજે પાંચ મહિના સુધી સક્રિય રહેતા નૈઋત્ય ચોમાસાએ છેવટે સમગ્ર દેશમાં વિદાય લઇ લીધી છે. સરેરાશ કરતા સાત ટકા વધુ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement