ગુજરાતભરમાં ફૂંકાઈ રહ્યો છે ઠંડો પવન, ત્રણ દિવસ સુધી રહેશે ઠંડકનો માહોલ, જાણો શું છે કારણ ?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના કારણે ઠંડક પ્રસર ગઈ છે.
ગાંધીનગરઃ ગુજરાતના તમામ વિસ્તારોમાં મંગળવારે રાતથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતનાં લોકો ત્રણ દિવસ સુધી આ ઠંડકનો અહેસાસ કરશે કેમ કે આ ઠંડક ‘ગુલાબ’ વાવાઝોડાના કારણે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના કારણે ઠંડક પ્રસર ગઈ છે. આ ઉપરાંત ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. તેના કારણે પણ ગુજરાતમાં ઠંડકનો માહોલ છે. “શાહીન” વાવાઝોડું હાલમાં ડિપ ડિપ્રેશન છે. આ ડીપ ડીપ્રેશન બુધવારે વેલમાર્ક લો પ્રેરન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે. ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જામકંડોરણા, ધોરાજી, રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ અને લોધિકા તાલુકામાં રાત્રીના 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કોટડાંસાગાણી તાલુકામાં સાડા ત્રણ ઈંચ, જામકંડોરણામાં અઢી ઈંચ, ધોરાજીમાં બે અને રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે સતત 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કપાસના પાકના મૂળ સળી ગયા છે. પાણી લાગી જવાથી મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. કઠોળનો પાક પણ તૈયાર છે. પરંતુ જો બે થી ત્રણ દિવસ આજ રીતે વરસાદ પડશે તો કઠોળના પાકમાં પણ નુક્શાન થશે. જો કે વરસાદી માહોલના કારણે રાજકોટના ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે.
જામજોધપુરમાં ભારે વરસાદ
જામનગરના જામજોધપુર પંથકમાં પણ રાત્રે વરસાદ નોંધાયો છે. જાજોધપુરના શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રામવાડી, તિરૂપતિ નગર, સુભાષ ચોક, આઝાદ ચોક, બેરિસ્ટર ચોક સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોધાયો છે. ગીગણી, સીદસર, બાલવા, ધ્રાફા, વાલાસન, મોટીભરડ સહિત અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો છે.
કચ્છમાં વરસાદ
અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લામાં પણ કડાકા સાથે વરસાદ નોંધાયો છે. અમરેલી, બાબરા, લાઠી, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. બાબરાના કરિયાણા, દરેડ, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. લાઠી શહેરમાં પણ વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ છે. તો વડિયા અને સાવરકુંડલામાં પંથકમાં પણ વરસાદ પડ્યો છે. વડિયા શહેરમાં વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઈ છે. તો સાવરકુંડલા શહેરના પણ કેટલા વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.