શોધખોળ કરો

Gujarat Election 2022: ગણદેવી કોંગ્રેસમાં ગાબડું, પીઢ કોંગ્રેસી કાર્યકર્તાઓએ હાથનો સાથ છોડી કેસરિયા કર્યો

Gujarat Assembly Election 2022: નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા સીટ પર કોંગ્રેસમાં પડ્યું ગાબડું પડ્યું છે. ગણદેવી વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

Gujarat Assembly Election 2022: નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા સીટ પર કોંગ્રેસમાં પડ્યું ગાબડું પડ્યું છે. ગણદેવી વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ચૂંટણી સમયે પીઢ કોંગ્રેસી કાર્યકર્તા ભાજપમાં આવતા કોંગ્રેસને મોટું નુકશાન થયું છે. જે લોકો કોંગ્રેસમાં જોડાયા છે તેમાં એડવોકેટ તેજસ વશી, મિનિષ  નાયક, માજી પ્રમુખ ગણદેવી તાલુકા યુવક કોંગ્રેસ રમેશ પટેલ, માજી સરપંચ બીગરી સહિત અનેક લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. 

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો

 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી ટાણે જ ભંગાણ પડ્યું છે. જૂનાગઢ આમ આદમી પાર્ટીના સંગઠનના મંત્રી ભગીરથ બારડ કોંગ્રેસમાં જોડાયા છે. જૂનાગઢ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોષીએ ભગીરથ બારડને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીના સંગઠનના મંત્રી ભગીરથ બારડ પોતાના 30થી વધુ જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.

અશોક ગેહલોતે માર્યો ટોણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને વાતાવરણ ગરમાયું છે. એક બાદ એક નેતા વિરોધી પાર્ટીઓ પર વાર પર વાર કરી રહ્યા છે. હવે આ કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજકોટ ખાતે બીજેપી પર પ્રહાર કર્યા છે. રાજકોટમાં અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી અને બીજેપીને આડે હાથ લીધી હતી.

તેમણે કહ્યું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીંયા આવીને ખોટા વાયદાઓ કરે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં નથી આવ્યા. પીએમ મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયું છે. મેઘા પાટકર અંગે પીએમના નિવેદન અંગે પણ અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું કે, આ કોઈ કોંગ્રેસની યાત્રા નથી. અમે મેઘા પાટકરને રોકી ના શકીએ. તેઓ એનજીઓ તરીકે આવ્યા હતા. તેઓ આ યાત્રામાં રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ કરવા માટે આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ. ભાજપના પોતાના જ રાજ્યમાં આવી ખરાબ સ્થિતિ છે.

ડભોઈમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો

વિધાનસભા ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. બીજેપીના નેતા શૈલેષ મહેતા પ્રચારમાં નીકળ્યા ત્યારે આ તમામ યુવાનોએ ખેસ ધારણ કર્યો હતો. ડભોઇ કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. ભાજપમાંથી આવેલા બાલકૃષ્ણ પટેલનો વિરોધ આદિવાસીઓમાં પણ દેખાયો છે. સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ના મળતા આદિવાસીઓએ શૈલેષ મહેતાના હાથે  કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. બનૈયા, થુવાવી, અંબાવના આદિવાસી સમાજના 500 યુવકોએ કેસરીયો ધારણ કર્યો હતો. આ અવસરે શૈલેષ મહેતાએ મેઘા પાટકરને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે,  આદિવાસી સમાજના અગ્રણી ઘણો તો બિરસા મુંડા મહાન હતા. મેઘા પાટકર આદિવાસી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા હોવાની વાત તેમણે કરી. સાસણમાં આદિવાસી સમાજને અને વસાહતોને પાયાની પણ સુવિધા ન મળી રહી હોવાની વાત બીજેપી નેતા શૈલેષ મહેતાએ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget