શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના કયા 5 દિગ્ગજ નેતા આજે ભાજપમાં જોડાશે? આ રહ્યાં 5 નેતાઓના નામ
રાજ્યસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 5 ધારાસભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

ગાંધીનગર: રાજ્યસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 5 ધારાસભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ ધારાસભ્યો આજે ભાજપમા જોડાશે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામાં ધરી દીધા હતા. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. નોંધનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ, ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
વધુ વાંચો





















