શોધખોળ કરો

Gujarat Election 2022: જીગ્નેશ મેવાણીની ધરપકડ સમયે રાત્રે 3 વાગ્યે આસામ પોલીસને જગદીશ ઠાકોરે શું આપી હતી ચીમકી

Gujarat Assembly Election 2022: કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આજે સભા સંબોધવા વડગામ પહોંચ્યા હતા.  જીગ્નેશ મેવાણીના સમર્થનમાં જગદીશ ઠાકોરે સભા સંબોધી હતી.

Gujarat Assembly Election 2022: કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આજે સભા સંબોધવા વડગામ પહોંચ્યા હતા.  જીગ્નેશ મેવાણીના સમર્થનમાં જગદીશ ઠાકોરે સભા સંબોધી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, જીગ્નેશ આ પ્રજા જ કહે છે કે, તમારા ઉપરનો આશીર્વાદ છે. ગુજરાતમાં 125 પ્લસ સાથે સરકાર બનશે.

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું કુશાશન છે. ગુજરાતના પશુપાલકોનું 3 લાખ સુધીનું બિલ માફ કરવામાં આવશે. કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારના એક સભ્યને નોકરી આપીશું. 27 વર્ષથી એક પણ યુવાનને નોકરી મળી હોય તો બતાવો. દિલ્હીનો એક મોટા સાહેબ કહે છે કે યુવાનને નોકરી આપીશ. વડગામ તાલુકામાં કોઈ તલાટી ઓળખીતો હોય એને મોકલજો સરકાર બનાવીશું. સરકાર બને તો વિધવા સહાય ડબલ કરી આપીશું. ભાજપવાળા કહેતા હતા કે કોંગ્રેસવાળા ક્યાંય દેખાતા નથી કોંગ્રેસ તૂટી રહી છે. દિલ્હીના એક રાજા છેલ્લા એક મહીનાથી ગુજરાતમાં ફરે છે. જીગ્નેશને આસામની પોલીસ લઈ ગઈ ત્યારે રાત્રે ત્રણ વાગે એરપોર્ટ પર ગયો અને પોલીસને કહ્યું, એને લઈ જાવ પણ કઈ થયું તો ભૂકા કાઢી નાખીશું.

 AIMIM ના ઉમેદવારને અમદાવાદમાં થયો કડવો અનુભવ

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાથે સાથે ઓવેસીની પાર્ટી AIMIM એ પણ ઝંપલાવ્યું છે. શાહપુર મિલ કમ્પાઉન્ડમાં AIMIM ને કડવો અનુભવ થયો છે. AIMIM પ્રમુખ ઓવેસી અને અમદાવાદના ઉમેદવાર સાબિર કાબલીવાલા સહિત ટેકેદારો સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે. ઓવેસી "GO BACK" ના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા. સમગ્ર ઘટના શુક્રવારે બની હોવાની માહિતી સામે આવી છે.

સતત બીજા દિવસે અમદાવાદમાં PM મોદીનો રોડ શો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો છે. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શાહીબાગથી શરુ થયો છે. રાત્રે સરસપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ   નગરદેવી ભદ્રકાળી માતાનાં દર્શન કર્યા હતા. 

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ 14 બેઠકને આવરતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો.  આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરી રહ્યા છે. તેઓ એરપોર્ટથી વાયા શાહીબાગ તેઓ લાલદરવાજા ભદ્રના કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં તેઓ આજે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ રોડ શો યોજ્યો છે. શહેરના શાહીબાગથી સારંગપુર સુધી રોડ શો યોજ્યો છે. રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં ભાજપને મજબુત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો.

આ રોડ શો દરમિયાન નગર દેવી ભદ્રકાળી માતાજીના પ્રધાનમંત્રી મોદીએ દર્શન કર્યા હતા. લાલ દરવાજામાં આવેલા ભદ્રકાળીના મંદિરમાં જઈ પ્રધાનમંત્રીએ મહાકાળી માતાજીની આરતી ઉતારી અને પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર નરેન્દ્ર મોદીએ ભદ્રકાળી મંદિરમાં  પૂજા અર્ચના કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget