શોધખોળ કરો

Congress: ગીર સોમનાથ કોંગ્રેસમાં કકળાટ, ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર ભાજપને મદદ કરવાનો લાગ્યો આરોપ

Congress: તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી પુરી થઇ છે, ગુજરાતમાં ફરી એકવાર ભાજપે સારુ પ્રદર્શન કર્યુ છે, તો કોંગ્રેસ આ વખતે છેલ્લી બે ટર્મ બાદ પ્રથમ વાર એક બેઠક મેળવવામાં સફળ રહી છે

Congress: તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી પુરી થઇ છે, ગુજરાતમાં ફરી એકવાર ભાજપે સારુ પ્રદર્શન કર્યુ છે, તો કોંગ્રેસ આ વખતે છેલ્લી બે ટર્મ બાદ પ્રથમ વાર એક બેઠક મેળવવામાં સફળ રહી છે. હવે આ બધાની વચ્ચે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં ફરીથી કકળાટની સ્થિતિ સામે આવી છે. જિલ્લામાં ગીર સોમનાથના ધારાસભ્ય સામે પાર્ટીના જ નેતાઓ બળાપો ઠાલવ્યો છે. જેને લઇને જિલ્લામાં રાજકીય ગરમાગરમી વધી ગઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં કકળાટની સ્થિતિ પેદા થઇ છે. જિલ્લામાં આંતરિક કકળાટ બાદ બે મોટા નેતાઓના જૂથો આમને સામને આવી ગયા છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે બળાપો ઠાલવતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર મોટા આરોપો લગાવ્યા છે. કરશન બારડે આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય વિમલ ચૂડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, અંદરખાને ભાજપને મદદ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. કરશન બારડે વધુમાં કહ્યું કે, જિલ્લામાં ભાજપ સાંસદ અને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચૂડાસમા વચ્ચે સેટિંગ ચાલી રહ્યું છે.

મોદી 3.0 ના પ્રથમ બજેટ પર રાહુલ ગાંધીનું પ્રથમ રિએક્શન, બોલ્યા-‘આ ખુરશી બચાવો બજેટ’ 

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી 3.0ના પ્રથમ બજેટના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન, આ બજેટને લઈને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બજેટને  ‘આ ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ આ બજેટને પોતાના સાથી પક્ષોને ખુશ કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોના ખર્ચે બજેટમાં તેમને (સાથીઓને) ખોટા વચનો આપવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું, આ બજેટ તેના મિત્રોને ખુશ કરવા માટે લાવવામાં આવ્યું છે. તેનાથી AA (અદાણી અંબાણી)ને આનો ફાયદો થશે અને સામાન્ય ભારતીયને કોઈ રાહત નહીં મળે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ આ બજેટને કોપી પેસ્ટ ગણાવ્યું. રાહુલે દાવો કર્યો કે બજેટ કોંગ્રેસના મેનિફેસ્ટો અને અગાઉના બજેટમાંથી કોપી કરવામાં આવ્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ બજેટ પર શું કહ્યું ?

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેને કોપી-પેસ્ટ બજેટ ગણાવ્યું હતું. ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારનું કોપીકેટ બજેટ કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી. મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન સાથીદારોને છેતરવા માટે રેવડી વહેંચી રહ્યું છે, જેથી એનડીએ ટકી રહે. આ બજેટ દેશની પ્રગતિ માટે નહીં પરંતુ મોદી સરકારને બચાવવાનું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget