(Source: ECI/ABP News/ABP Majha)
Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?
કચ્છમાં ભેદી રોગચાળાના કારણે વધુ બે લોકોએ જીવ ગુમાવ્યો...લખપતમાં એક મહિલા અને એક કિશોરીનું મોત થયું. અત્યાર સુધી શંકાસ્પદ રોગચાળાના કારણે 14 લોકોના મૃત્યુ થયા છે. કલેક્ટર અનુસાર, 11 લોકોના રિપોર્ટ આવ્યા છે, જેમાંથી કેટલાક લોકોના મોત મેલેરિયા તો કેટલાક લોકોના મૃત્યુ પાછળ હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોક જવાબદાર છે. તો બીજી તરફ રોગચાળા મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે, 14 લોકોના મોત બાદ પણ સરકારે કોઈ કાર્યવાહી નથી કરી. શક્તિસિંહના આરોપ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પલટવાર કર્યો. ઋષિકેશ પટેલ અનુસાર, લખપત અને અબડાતાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વેની કામગીરી કરી રહી છે. રાજકોટથી નિષ્ણાત તબીબોની ટીમ પણ પહોંચી ચૂકી છે. ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુના કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી છે. તમામ મુદ્દે સર્વે કરવામાં આવી રહ્યો છે. તબીબોની સંખ્યા ઓછી છે પણ બોન્ડેડ તબીબો ઉપલબ્ધ છે. અન્ય GPSC પાસેથી તબીબો ઉપલબ્ધ થશે.