(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો પ્રકોપ ઘટતાં નિયંત્રણો હળવા, આજથી રાજ્યમાં આ પાંચ મોટા ફેરફાર થશે, જાણો વિગતે
આજથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. નવા શૈક્ષણિક સત્ર શરૂ તો થશે. પરંતુ અભ્યાસની પદ્ધતિ ગયા વર્ષની જેમ ઓનલાઈન જ રહેશે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. જ્યારે સ્કૂલમાં સ્ટાફ અને શિક્ષકોને હાજર રહેવાનું રહેશે.
તો દોઢ મહિનાથી પણ વધુ સમયથી સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફ સાથે ચાલતી હતી. તે આજથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે. જો કે કચેરીઓમાં માસ્ક અને સોશલ ડિસ્ટસિંગની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સાથે જ અમદાવાદમાં માર્ચ મહિનાથી બંધ AMTS, BRTS બસ સેવા આજથી ફરીથી 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થશે.
મુસાફરોને મુસાફરી દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. સાથે જ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર ચેક થશે. અને જો થુંકતા પકડાશે તો 200 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય છે કે નહી તે જોવા માટે વિજીલંસની ટીમ અલગ અલગ સ્ટેશનો પર તૈનાત રહેશે .
જોકે અમદાવાદમાં કોરોના કર્ફ્યુ લાગુ હોવાથી સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ બસ સેવા યથાવત રહેશે. આજથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે.
માત્ર માઈક્રો કંટેઈમેંટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોંફ્રેસથી ચાલશે. ગુજરાત હાઈકોર્ટે બહાર પાડેલા સર્ક્યુલરમાં ચાર મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમામ અદાલતોમાં કેંદ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોર્ટ પરિસરમાં એંટ્રી માટે એક જ ગેટ રહેશે. જ્યારે
મુખ્ય ન્યાયિક અધિકારી માટે એકથી વધુ એંટ્રી કે એક્ઝિટ ગેટ રહેશે. કોરોનાા કેસ ઘટતા આજથી ગુજરાત યુનિવર્સિટી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત રહેશે. રાજ્ય સરકારા પરિપત્ર બાદ ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓએ ફરજીયાતપણે તમામ કોરોનાની ગાઈડલાઈંસનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.