શોધખોળ કરો
Advertisement
કોરોનાનો પ્રકોપ વધતા આ દવાઓના વેચાણમાં આવ્યો જંગી ઉછાળો, ડોક્ટરોએ લોકોને ચેતવ્યા
કોરોનાકાળમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓમાં એન્ટીબાયોટિક દવાના વેચાણમાં વધારો નોંધાયો છે.
કોરોના કાળમાં એન્ટીબાયોટીક દવાના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, મોટાભાગના દર્દીઓ ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર જ દવા લઈ રહ્યા છે. જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિેશનના પ્રમુખે દર્દીઓને ચેતવ્યા છે.
કોરોનાકાળમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓમાં એન્ટીબાયોટિક દવાના વેચાણમાં વધારો નોંધાયો છે. અનેક દર્દીઓ ડોકટરના પ્રિ-સ્ક્રીપશન વગર દવાની ખરીદી કરતા હોવાનું અમદાવાદ મેડિકલ એસોસિએશનના ધ્યાને આવ્યું છે. તબીબોની સલાહ વગર કોઈ પણ દવા ઉપયોગમાં ન લેવા AMA એ દર્દીઓને સૂચના આપી છે. શરદી ખાંસી અને તાવના લક્ષણોમાં ડોકટરના કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રીપશન વગર જ દર્દીઓ દવાનો જથ્થો ખરીદી રહ્યા છે. પરિણામે એન્ટીબાયોટિક દવામાં 40 ટકાનો વધારો નોંધાયો છે.
કોરોના કાળમાં ડોકટરની સલાહ વગર જ દર્દીઓ એઝીથ્રોમાઈસીન, પેરાસીટામોલ, ડોલો, આઈવરમેક્ટિન જેવી દવાઓ જાતે જ લેતા હોવાની વિગતો સામે આવી છે.
નોંધનીય છે કે, એઝીથ્રોમાઇસીન ગળામાં દુખાવા માટે, એલ-ડાયો-1 શરદી માટે, પેરાસીટામોલ તાવ માટે, ડોલો 650 તાવ માટે, અને આઈવરમેકટિન દવા કોરોના સામે રાહત માટે ઉપયોગમાં લેવાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement