શોધખોળ કરો

ગુજરાતના આ જાણીતા સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો કોરોનાની ઝપેટમાં, અમદાવાદ મંદિરમાં ફુલડોલ ઉત્સવ મોફુક

સતત વકરી રહેલા કોરોના વધુ ન ફેલાય તે માટે મંદિરે હોળી, ધુળેટીના પર્વમાં થતી ફુલડોલ ઉત્સવની ઉજવણી પણ રદ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં આવેલ હાથીજણ સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ગુરૂકુળના આઠ સંતો કોરોનાગ્રસ્ત થતા ત્યા ચાલતા રસીકરણ કેંદ્રને બંધ કરી દેવામાં આવ્યું છે અને આઠેય સંતોની સારવાર શરૂ કરવામાં આવી છે.

તો વધતા કોરોનાના કેસને જોતા મણિનગરના સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં 200 વર્ષ જુનો ફુલડોલ ઉત્સવ મોકુફ રાખવામાં આવ્યો છે. સતત વકરી રહેલા કોરોના વધુ ન ફેલાય તે માટે મંદિરે હોળી, ધુળેટીના પર્વમાં થતી ફુલડોલ ઉત્સવની ઉજવણી પણ રદ કરી દેવામાં આવી છે. તો મેમનગર સ્વામિનારાયણ ગુરૂકુળ સહિત વધુ 21 નવા માઈક્રો કંટેઈમેંટ ઝોનમાં ઉમેરો થયો છે. હવે અમદાવાદ શહેરમાં 127 કંટેઈમેંટ ઝોન અમલી બન્યા છે.

કોરોનાકાળમાં હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલ અમદાવાદમાં ફરીથી કોરોનાનો આતંક ફેલાયો છે. તેમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ તો અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે જાહેર થયેલા નવા આંકડા અનુસાર અમદાવાદ શહેરમાં નવા 335 અને જિલ્લામાં નવા નવ પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક બે હજાર 329 પર પહોંચી ગયો છે.

પાંચ મહિના બાદ એટલે કે 10 નવેમ્બર બાદ પ્રથમવાર અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં આજે અને આવતીકાલે મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. તો આજથી નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેલંસ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધર અને સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27  ટકા પર પહોંચ્યો છે. હાલ 6147  એક્ટિવ કેસ છે, જેમાંથી 67   લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે નોંધઆયેલ અમદાવાદ કોર્પોરેશનમાં 1,  રાજકોટ કોર્પોરેશનમાં 1,   સુરત કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget