શોધખોળ કરો
ગુજરાતમાં આજે 1009 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 2500ને પાર
રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા 64,684 પર પહોંચી છે, જ્યારે 14,614 એક્ટિવ કેસ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2509 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,614 એક્ટિવ કેસ છે, જ્યારે 47,561 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા 64,684 પર પહોંચી છે, જ્યારે 14,614 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, સુરતમાં 5, ભાવનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, કચછ 1, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 22 લોકોના મોત થયા હતા.
સુરત કોર્પોરેશનમાં 198, અમદાવાદ કોર્પોરેશનમાં 139, વડોદરા કોર્પોરેશનમાં 80, રાજકોટ કોર્પોરેશનમાં 70, સુરતમાં 60 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 974 દર્દી સાજા થયા હતા અને 19,769 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,34,104ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement