શોધખોળ કરો

ગુજરાતનો આ જિલ્લો થયો સંપૂર્ણ કોરોનામુક્ત, એક પણ કેસ નહીં, બીજા ક્યા જિલ્લામાં છે 50થી ઓછા એક્ટિવ કેસ ?

કોરોના સંક્રમણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠા કોરોનામુક્ત જિલ્લો બની ગયો છે. જ્યારે ગુજરાતના બીજા ઘણાં એવા જિલ્લા છે જે કોરોનામુક્ત બની શકે છે

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠા કોરોનામુક્ત જિલ્લો બની ગયો છે. જ્યારે ગુજરાતના બીજા ઘણાં એવા જિલ્લા છે જે કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં હાલ 50થી ઓછા એક્ટિવ કેસો છે. તો આવો આપણ કયા જિલ્લામાં કેટલા એક્ટિવ કેસ છે તેની પર નજર કરીએ..... ગુજરાતના બનાસકાંઠા જિલ્લા હાલ કોરોનામુક્ત બની ગયો છે. કોરોના મુક્ત બનતાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. હાલ બનાસકાંઠામાં એક એક્ટિવ કેસ નથી. બનાસકાંઠામાં અત્યાર સુધી 40845 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે. ગુજરાતના આણંદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લો પણ કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં 50થી ઓછા એક્ટિવ કેસ છે તો આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. - આણંદમાં હાલ કોરોનાના 49 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 16 લોકોના મોત નિપજ્યાં છે. - દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ 18 એક્ટિવ કેસ છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નિપજ્યું નથી. આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. - છોટાઉદેપુરમાં હાલ કોરોનાના 43 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાથી જિલ્લામાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. - ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં હાલ 40 એક્ટિવ કેસ છે જ્યારે 39 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. - પોરબંદર જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે. કારણે જિલ્લામાં હાલ માત્ર 10 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. - આ ઉપરાંત તાપી જિલ્લામાં માત્ર 20 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget