શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે કુલ 1518 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 86 ટકાથી વધુ
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે 1243 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે 1243 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે આજે વધુ 9 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3550 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1518 દર્દી સાજા થયા હતા.
રાજ્યમાં હાલ 16203 એક્ટિવ કેસ છે, જ્યારે 1,29,441 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,120 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,49,194 પર પહોંચી છે.
ગુજરાતમાં આજે 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 49,10,167 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.76 ટકા છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, સુરત-1, રાજકોટમાં -1 અને સુરેન્દ્રનગરમાં-1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion