Coronavirus: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા, આ શહેરમાં કોરોનાથી એકનું મોત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા હતા.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત થયું હતું. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1179 પહોંચ્યો હતો. જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું.
કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 142 કેસ નોંધાયા હતા જ્યારે મોરબીમાં 18,સુરતમાં 17, રાજકોટ શહેરમાં 15, વડોદરા શહેરમાં 9, વડોદરા ગ્રામ્યમાં 10, અમરેલીમાં સાત, રાજકોટ ગ્રામ્યમાં સાત, મહેસાણામાં પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય સુરત ગ્રામ્યમાં ચાર, આણંદમાં ત્રણ, ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કુલ છ નવા કેસ, બનાસકાંઠા, કચ્છ અને નવસારીમાં 2-2 નવા કેસ નોંધાયા હતા.
Congress: વિધાનસભા ચૂંટણીમાં હાર પછી ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર, નવા પ્રમુખની થઈ શકે છે વરણી, જાણો કોનું નામ છે ચર્ચામાં
ગાંધીનગર: કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોગ્રેસના પ્રમુખ બનાવાઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, સૂત્રોએ દાવો કર્યો હતો કે કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોગ્રેસના પ્રમુખ બનાવાઇ શકે છે. કોગ્રેસના કેન્દ્રિય નેતૃત્વએ ભરતસિંહને પ્રદેશ પ્રમુખ બનાવવાનું મન બનાવ્યું છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, જો ભરતસિંહ સોલંકી પ્રમુખ નહી બને તો કેન્દ્રિય કોગ્રેસમાં સ્થાન મેળવી શકે છે. ભરતસિંહ સોલંકી અગાઉ બે વખત ગુજરાત કોગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 2006થી 2008 અને 2015થી 2018 સુધી ભરતસિંહ કોગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.
2015ની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોગ્રેસને સારુ પરિણામ મળ્યું હતું. ભરતસિંહના નેતૃત્વમાં 2017ની ચૂંટણીમાં કોગ્રેસને 78 બેઠકો મળી હતી.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 78 બેઠકો મળી હતી. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ભરતસિંહને કમાન સોંપવાનું મન બનાવી લીધનો સૂત્રોએ દાવો કર્યો હતો. જો ભરતસિંહ સોલંકી પ્રમુખ નહિ બને તો કેન્દ્રીય કોંગ્રેસમાં સ્થાન મેળવી શકે છે. પ્રમુખપદ માટે ભરતસિંહ સોલંકી પણ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે
Gujarat Weather: હજુ બે દિવસ માવઠાથી નહીં મળે રાહત, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળશે.
અમરેલીમાં આજે માવઠું
અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ ધારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો છે. ધારીના નાગધ્રા અને આસપાસના ગામોમાં માવઠાથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે

