શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં આજે 806 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, સાજા થવાનો દર 95.17 ટકા
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે.

ફાઈલ ફોટો
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે. રાજ્યમાં આજે 806 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,39,771 લોકો કોરોને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને મત્યુ દરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 95.17 ટકા છે. હાલમાં 7829 એક્ટિવ કેસ છે અને 7768 લોકો સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 671 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4344 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના માટે ઉપલબ્ધ પથારીઓ પૈકી 90 ટકા પથારીઓ ખાલી છે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















