શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 875 નવા કેસ, વધુ 14નાં મોત, કુલ પોઝિટિવ કેસ 40 હજારને પાર
રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 28183 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 875 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 14 દર્દીઓના મોત છે. આજે 441 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 40,115 પહોંચ્યો છે અને અત્યાર સુધી 2024 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 28183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 202, અમદાવાદ કોર્પોરેશનમાં 153, સુરત 67, વડોદરા કોર્પોરેશનમાં 61, ભાવનગર કોર્પોરેશન -59, નવસારી -27, રાજકોટ કોર્પોરેશન 24, સુરેન્દ્રનગર -23, ગાંધીનગર-21, મહેસાણા-21, ખેડા-17, જામનગર કોર્પોરેશન-15, રાજકોટ-15, બનાસકાંઠા-14, ભરુચ -14, જુનાગઢ કોર્પોરેશન -13, અમદાવાદ -12, ભાવનગર -12, ગીર સોમનાથ -11, ગાંધીનગર કોર્પોરેશન- 10, દાહોદ -8, જામનગર 8, સાબરકાંઠા -8, વડોદરા -8, આણંદ 7, પંચમહાલ 7, જુનાગઢ 5, મોરબી 5, વલસાડ -5, છોટા ઉદેપુર 4, કચ્છ -4, પાટણ -4, અમરેલી -3, તાપી-3, અરવલ્લી-2, બોટાદ-2, પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન -3, અરવલ્લી-1, ગાંધીનગર-1, જામનગર-1, જુનાગઢ કોર્પોરેશન -1, મહેસાણા-1, સુરત -1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28183 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9948 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને 9880 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion