Coronavirus: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા, આ જિલ્લામાં નોંધાયા સૌથી વધુ કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 84 કેસ નોંધાયા હતા. મહેસાણામાં 21 તો રાજકોટ જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા હતા.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા. તે સિવાય અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગરમાં 3, ભાવનગર શહેર અને ગ્રામ્યમાં 2-2, આણંદમાં બે, પોરબંદરમાં બે, ભરૂચમાં એક, ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં નવા બે-બે કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 655 પર પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાના ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.
Gandhinagar: જાણો ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલા કરોડની લીધી લોન અને કેટલી થઈ GSTની આવક
ગાંધીનગર: સમૃદ્ધ ગુજરાતે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજદર પર ગુજરાતે લોન મેળવી છે. 2 થી 10 વર્ષની મુદતમાં રાજ્ય સરકાર લોનની ભરપાઈ કરશે. કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી શકાય એવું સરકારે લોન માટે કારણ ધર્યું. અમૃતજી ઠાકોર લોન અંગે પ્રશ્ન કર્યો હતો જેના જવાબ રુપે નાણામંત્રીએ આ માહિતી આપી હતી.
બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ પણ સામે આવ્યા
રાજ્ય સરકારના બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ પણ સામે આવ્યા છે. વર્ષ 2020-21 ના બજેટના નાણાકીય ખર્ચમાં 71,714.48 કરોડનો વહીવટી ખર્ચ જ્યારે 1, 24, 535.85 કરોડનો વિકાસ ખર્ચ થયો છે. વર્ષ 2021-22 ના બજેટના નાણાકીય ખર્ચમાં 82, 479.71 વહીવટી ખર્ચ જ્યારે 1, 31, 221.47 વિકાસ ખર્ચ કરવામાં આવ્યો હતો. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ પ્રશ્ન કર્યો હતો જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે.
રાજ્ય સરકારને વર્ષે 2022-2023 માં વેટ અને જીએસટીની હજારો કરોડની આવક થઈ છે. વર્ષે 2022-2023 માં રાજ્ય સરકારને વેટ અને જીએસટીની 69 હજાર 483 કરોડ 1 લાખની આવક થઈ છે. જીએસટી પેટે 40 હજાર 581 કરોડ 27 લાખની આવક જ્યારે વેટ પેટે 28 હજાર 901 કરોડ 83 લાખની આવક થઈ હતી.
ડેરી ઉદ્યોગે મહિલાને બનાવી આત્મનિર્ભર: અમિત શાહ
અમિત શાહે જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ બાદ જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ (DISHA) ની બેઠક બાદ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ભોજન અભિયાનનો આરંભ કરાવશે. બાદ તેઓ બપોરે ૩ વાગે નારદીપુર તળાવનું લોકાર્પણ, વાસન તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કરશે.ગાંધીનગરમાં જિલ્લા સંકલનની બેઠકમાં અમિત શાહ હાજરી આપશે, રવિવારે જૂનાગઢમાં આયોજીત ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે.